બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વ્હોટ્સએપથી 86 લાખની છેતરપિંડી, કેવી રીતે? તમે સાયબર ગઠિયાની આવી જાળથી બચજો

અમદાવાદ / વ્હોટ્સએપથી 86 લાખની છેતરપિંડી, કેવી રીતે? તમે સાયબર ગઠિયાની આવી જાળથી બચજો

Last Updated: 11:10 PM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ગઠિયાઓ ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવીને એક વ્યક્તિ સાથે 86 લાખની છેતરપિંડી આચરીને વિદેશ રૂપિયા મંગાવી લીધા હતાં.આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને આરોપીનું નામ અય્યપ્પા સ્વામી છે

વર્તમાન સમયમાં સાયબર ક્રિમીનલ નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર ગઠિયાઓ ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવીને એક વ્યક્તિ સાથે 86 લાખની છેતરપિંડી આચરીને વિદેશ રૂપિયા મંગાવી લીધા હતાં.આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને આરોપીનું નામ અય્યપ્પા સ્વામી છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ છેતરપિંડીના રૂપિયા અલગ અલગ ખાતામાંથી મેળવીને તે રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓ સુધી મોકલી દીધા હતા. આ કામ કરવા પેટે આરોપીને 5 ટકા કમિશન મળ્યા હોવાનુ સામે આવ્યું છે.

cyber-book

86 લાખ રૂપિયાની છેતરપિંડી

ફરિયાદી આઈટી કંપની ચલાવે છે અને તેમના એકાઉન્ટન્ટ ઉપર તેમના ફોટો વાળો એક વોટ્સએપ ઉપર ચેટ આવ્યો અને જેમાં પોતે કંપનીના માલિકની ઓળખ આપી એક પ્રોજેક્ટ માટે કામ ચાલી રહ્યું છે અને તાત્કાલિક રૂપિયા એક ખાતા નંબરમાં જમા કરાવવા જાણ કરી હતી. જેથી એકાઉન્ટન્ટ દ્વારા ખાતામાં 86 લાખ જમા કરાવતા ફરિયાદી ઉપર મેસેજ જતા ફરિયાદીએ એકાઉન્ટન્ટને પૂછતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું.

PROMOTIONAL 12

આ પણ વાંચો: 'પોલીસ હેડ ક્વાર્ટરથી છીએ', કહી આવરા તત્વોએ હોટલનું રજીસ્ટર ચેક કરવા માંગ્યું, કરી લાફાવાળી

વિદેશથી આ ગેંગ ઓપરેટ થાય છે

સાયબરની તપાસમાં સામે આવ્યું કે, એકાઉન્ટ મધ્ય પ્રદેશનું હોવાનુ સામે આવ્યું અને જે અલગ અલગ લેયરમાં આરોપી સુધી પહોંચ્યા હોવાનુ સામે આવ્યું. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, જે નંબરથી મેસેજ આવ્યો તે કંબોડિયાથી આવ્યા હોવાનુ સામે આવ્યું છે. જેથી વિદેશથી આ ગેંગ ઓપરેટ થતું હોવાનુ પણ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ હાલ 57 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે અને આરોપીની ધરપકડ કરી મોબાઇલ,સિમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યા છે. સાથો સાથ જે જે ખાતામાં રૂપિયા આવ્યા તે ખાતા ધારકોને પણ નોટિસ આપી બોલાવવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber ​​Crime News Cyber ​​Criminal 86 Lakh Fraud Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ