બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નકલી કચેરી, ટોલનાકા બાદ હવે પાટણમાંથી ઝડપાઇ નકલી યુનિવર્સિટી, સામે આવ્યું મસમોટું કૌભાંડ

રજૂઆત / નકલી કચેરી, ટોલનાકા બાદ હવે પાટણમાંથી ઝડપાઇ નકલી યુનિવર્સિટી, સામે આવ્યું મસમોટું કૌભાંડ

Last Updated: 03:02 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં ચાલતી એમ.કે. યુનિવર્સિટી નકલી હોવાનો કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ધારાસભ્ય દ્વારા શિક્ષણમંત્રીને આ બાબતે કાર્યવાહી કરવાનો પત્ર પણ લખ્યો છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ. કે. યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી. પટેલે આરોપ લગાવીને કહ્યું છે કે, વડલી હનુમાનપુરા ખાતે ગુગલ સર્ચ કરો તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે. એક શેડ બનાવેલો છે. જે માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે. એમ. કે. યુનિવર્સિટીમાં રાજસ્થાનના જિતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. તે સનરાઈઝ યુનિવર્સિટી, રાજસ્થાનના માલિક છે, જેમની રાજસ્થાન SOG પોલીસે ફર્જી ડિગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી છે.

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણમંત્રીને રજૂઆત કરી જણાવ્યું હતું કે, યુવાનોને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે. પરંતુ રાજ્યમાં ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જે યોગ્ય સ્ટાફ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતાં નથી. જેના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે, પણ સાથેસાથે સરકારની પણ ટીકા થાય છે. ત્યારે પાટણ ખાતે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા 2023 મંજૂર કરેલી ખાનગી એમ. કે. યુનિવર્સિટીની છે. આ બાબતે મેં વારંવાર વિધાનસભામાં પણ રજૂઆત કરી છે. આ યુનિવર્સિટી આરંભથી જ વિવાદમાં રહી છે. જે અંગે શિક્ષણના હિતમાં મારી રજૂઆત છે.

એમ. કે. યુનિવર્સિટી માટે ગુજરાત સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં એમ. કે. યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા પાટણ દર્શાવેલું છે. UGCએ જે મંજૂરી આપી તેમાં પણ એમ. કે. યુનિવર્સિટી, પાટણનું સરનામું હનુમાનપુરા પાટણ છે. પરંતુ અમે આ સાથે રજૂ કરેલા ગૂગલ ટેગ સાથેના તારીખ 12/9/24ના ફોટા જોતાં ઉપર દર્શાવેલાં બંને સરકારી રેકર્ડમાં અધિકૃત રીતે જાહેર થયેલા સ્થળે એમ. કે. યુનિવર્સિટીનું માત્ર બોર્ડ દેખાય છે.

ખાનગી યુનિવર્સિટી હોવા માટેના કોઈ ભવનો કે અન્ય સુવિધાની જગ્યાએ માત્ર ખેતપેદાશ સંગ્રહ માટેના ગોડાઉન જેવા બે મકાન છે. જે ખાનગી યુનિવર્સિટીની શરતોમાં હોવા જેવા દેખાતા નથી. આ જગ્યા પણ કાયદાની જોગવાઈ મુજબ યુનિવર્સિટી માગનાર ટ્રસ્ટના નામે છે કે નહીં તે તપાસનો વિષય છે. ગુજરાતમાં નકલી જકાતનાકા, નકલી કોર્ટ, નકલી ડૉકટર પછી ખેતરોમાં નકલી યુનિવર્સિટીઓ પણ બનવા લાગી છે? UGCના નિયમો મુજબ નવી યુનિવર્સિટીઓ કેમ્પસ પણ બનાવી શકે નહીં માટે જાહેરનામાના સ્થળે યુનિવર્સિટી ન હોવીએ પ્રજા સાથે સીધી છેતરપિંડી છે

વધુ વાંચોઃ સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓ ઠુંઠવાવા તૈયાર રહેજો, દેખાશે કોલ્ડવેવની અસર, જાણો આગાહી

તાજેતરમાં આ એમ. કે. યુનિવર્સિટી, પાટણમાં રાજસ્થાનના જિતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. આજ જિતેન્દ્ર યાદવ સનરાઈઝ યુનિવર્સિટી, રાજસ્થાનના માલિક છે. જેમની રાજસ્થાન SOG પોલીસે ફર્જી ડિગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી છે. આમ, ગુજરાતની પ્રજાના હિતમાં શિક્ષણનો વેપાર અને નકલી ડિગ્રી વેચનારા ગુજરાતમાં પોતાનો પાયો મજબૂત કરે તે પહેલાં આવી યુનિવર્સિટીને મંજૂરી કેવી રીતે મળી, યુનિવર્સિટી મંજૂરી અગાઉ કયા ઉચ્ચ અધિકારીઓએ શું અહેવાલ આપ્યા તેની CID ક્રાઇમ મારફતે તપાસ થાય તે જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

MLA Kirit Patel MK University patan news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ