બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભુજમાં પ્રેમીપંખીડાએ ભિખારીને સળગાવીને કર્યું આપઘાતનું નાટક, પકડાતાં કર્યાં ખોફનાક ખુલાસા

ગુજરાત / ભુજમાં પ્રેમીપંખીડાએ ભિખારીને સળગાવીને કર્યું આપઘાતનું નાટક, પકડાતાં કર્યાં ખોફનાક ખુલાસા

Last Updated: 03:35 PM, 13 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં સાથે સાથે રહેવા મળે એટલા માટે પ્રેમિેકાએ તેના પ્રેમી સાથે મળીને એક નિર્દોષ ભીખારીને મોતને ઘાટ ઉતારી દીધો. આ સનસનાટી મચાવતી ઘટનાના તાણાવાણા ખુલ્યાં છે.

કચ્છમાં એક પરિણીત મહિલાનો ભયાનક કાંડ સામે આવ્યો છે. આ પરણેલી મહિલાએ પોતાના પ્રેમી સાથે રહેવા માટે એક નિર્દોષ ભીખારીને મારીને નકલી આપઘાતનું નાટક કર્યું અને તેમાં તે ઝડપાઈ ગઈ અને તેણે જે ખુલાસા કર્યાં તે ખરેખર કંપાવનારા છે.

ભીખારીનું અપહરણ કરીને હત્યા કરીને સળગાવી દીધો

કચ્છના ચકચારી ભીખારી અપહરણ, હત્યા અને લાશ સળગાવી દેવાનો એક ભયંકર કાવતરાનો પર્દાફાશ થયો છે. 27 વર્ષીય રામી કેસરિયા અને તેના પ્રેમી અનિલ ગંગાલે સાથે સાથે રહેવા માટે એક નિર્દોષ ભીખારીનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી અને પછી લાશ સળગાવી દીધી હતી. બન્નેએ 5 જુલાઈએ ખારી ગામમાં તેના સાસરિયાના ઘર પાસે એક અજાણ્યા વ્યકિતની હત્યા અને તેના શરીરને ચિતા પર સળગાવી દીધાની કબૂલાત કરી હતી. રામીએ પોતાનો મોબાઈલ ફોન અને પગરખાં પણ સળગતી ચિતા સામે છોડ્યાં હતા જેથી કરીને તેના માતાપિતા અને સાસરીયાવાળાને એમ લાગે કે તેણીએ આત્મહત્યા કરી છે. ઘરનાએ પણ આપઘાત કર્યાનું માનીને રામીના અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યાં હતા.

વીડિયો કોલમાં પિતાને કહ્યું- આપઘાત કરી રહી છું

કાવતરા પાછળના હેતુને સમજાવતા પોલીસે જણાવ્યું હતું કે રામી તેના બીજા લગ્નથી ખુશ નહોતી અને તે અનિલ સાથે પ્રેમમાં પડી હતી અને તેની સાથે રહેવું હતું પરંતુ ઘરના આડા આવતાં હતા આથી તેણે અનિલ સાથે મળીને પોતાના આપઘાતનું નાટક કર્યું હતું. ખાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ચાવડાએ જણાવ્યું હતું કે, "અનિલે કોઈ લાશ અથવા તો ભિખારીને શોધવાનું શરુ કર્યું અને ભુજના હમીરસર તળાવ પાસે ફૂટપાથ પર એક ભિખારીને સુતેલો જોયો જે પછી બન્નેએ કારમાં તેનું અપહરણ કરીને લઈ ગયા અને કારમાં ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશ કોથળામાં ભરીને ઢોરની ગમાણમાં રાખી ત્યાર બાદ બીજા દિવસે અનિલ અને રામીએ સ્મશાનમાં જઈને ડીઝલથી સળગાવી મૂકી અને આ વખતે રામીએ પોતાના પિતાને વીડિયો કોલ કરીને જાણ કરી કે તે આપઘાત કરી રહી છે અને બધાએ સાચું પણ માની લીધું.

પસ્તાવો થતાં રામીએ પિયરમાં આવીને પિતા પાસે દિલ ખોલ્યું

પરિવારે રામીના ફૂટવેર અને મોબાઈલ ફોન પણ જોયા અને તેણે આત્મહત્યા કરી હોવાનું માની લીધું હતું. પોલીસ અધિક્ષક (કચ્છ પશ્ચિમ) વિકાસ સુંદાએ કહ્યું કે રામીને પોતાના આ ગુનાહિત કામનો પસ્તાવો થતો હતો અને તે પ્રાયશ્ચિત કરવા માગતી હતી તેથી તે પિયરમા આવી અને પિતાને સાચી વાતની જાણ કરી દીધી, ત્યાર બાદ પોલીસે બન્નેની ધરપકડ કરીને આખી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.

વધુ વાંચો : મંદિર પરિસરમાં જ કપલ બન્યાં બેકાબૂ! વટાવી અશ્લીલતાની હદ, ખુલ્લેઆમ ચુમ્મા ચુમ્મી કરતા નજરે પડ્યાં, વીડિયો વાયરલ

અનિલ રામીની શોકસભામાં પણ હાજરી આપતો

રામી જીવતી છે તેવો કોઈને વહેમ ન પડે એટલે અનિલ તેની શોકસભામાં પણ ગયો હતો. આ ભયાનક ઘટના બાદ અનિલ અને રામી ભુજમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન અનિલ પોતાની પત્નીને પણ નિયમીત મળતો રહેતો હતો જેથી કરીને પત્નીને શક ન પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Fake suicide Kutch bagger killing Kutch crime news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ