બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 02:57 PM, 20 February 2022
ADVERTISEMENT
ઓફિસમાંથી રજા લેવા માટે લોકો શું શું નથી કરતા. ક્યારે બિમારીનું બહાનું બનાવીને તો ક્યાં ઈજા થઈ હોવાનું. ઘણી વાર તો લોકો રજા લેવા માટે થઈને સંબંધીઓને પણ મારી નાખતા હોય છે. 43 વર્ષિય એક મહિલાએ નકલી પેટ લગાવીને ગર્ભવતી હોવાનું નાટક ચલાવ્યું અને ઓફિસમાંથી રજા લઈ લીધી. પણ તેનું આ નાટક લાંબો સમય સુધી ચાલ્યું નહીં.
ADVERTISEMENT
આવી રીતે થયો ખુલાસો
43 વર્ષિય રોબિન ફોલ્સમને લાદ્યું હતું કે, તેનુ આ બહાનું કામ કરી જશે. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે તેને એક સહકર્મીએ ફોલ્સમના બેબી બંપને લઈને શરીરમાં કંઈક પડતું દેખાયું અને ત્યારે જ તેનો જૂઠાણાનો પર્દાફાશ થઈ ગયો. એક તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા પોતાની જાતને ગર્ભવતી બતાવવા માટે નકલી પેટ પહેરીને રાખતી હતી.
પોતાની વાત સાચી સાબિત કરવા નકલી તસ્વીર મોકલી
આ વાતનો ખુલાસો થતાં ફોલ્સમે પોતાની વાતને સાચી સાબિત કરવા માટે થઈને પોતાના સહકર્મીઓને બાળકની તસ્વીર મોકલી, પણ સહકર્મીઓને મોકલેલી બાળકની તસ્વીરો એક સરખી નહોતી. જેનાથી તેના પર વધારે શક ગયો.
ફોલ્સમને રાજીનામું આપવું પડ્યું
મામલાનો ખુલાસો થયા બાદ ફોલ્સમે જોર્જિયાની એજન્સીમાં વિદેશ મામલાના નિર્દેશક તરીકે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું. આ પદ પર રહેતા ફોલ્સમને વાર્ષિક 75 લાખ રૂપિયા સેલરી મળતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.