વલસાડમાંથી 2 હજારના દરની નકલી ચલણી નોટ ઝડપાઇ છે. પોલીસે એક શખ્સને 14 નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. મૂળ ઝારખંડના ઇમદાદ્દુલ ઇસ્લામન નામનો વ્યક્તિ કેરી ખરીદવાના બહાને નકલી નોટો વટાવી રહ્યો હતો. ત્યારે કેરી માર્કેટના વેપારીઓની સતર્કતાથી આ શખઅસને પોલીસે ઝડપી પાડ્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.