દાહોદ: 14 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે 3 શખ્સોની કરાઇ ધરપકડ

By : kavan 09:13 PM, 15 May 2018 | Updated : 09:13 PM, 15 May 2018
દાહોદથી જૂની ચલણી નોટ ઝડપાઈ છે. ગોધરા આર.આર. સેલે દરોડા કરીને ચલણીનોટ ઝડપી પાડી છે. રૂપિયા પાંચસો અને હજારના દરની ચલણી નોટ ઝડપી પાડી છે. રૂપિયા 14 લાખ 80 હજારની ચલણી નોટો સાથે 3 શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટમાં જૂની ચલણી નોટો ઝડપાઈ હતી. રૂપિયા 1.69 કરોડથી વધુની જૂની ચલણી નોટો કબજે કરવામાં આવી છે. જેમાં એક હજારના દરની જૂની 7185 નોટો અને 500ના દરની 19485 નોટો કબજે કરવામાં આવી છે. પોલીસે આ મામલે 2 શખ્સની ધરપકડ કરી છે. જેમાં એક શખ્સ રાજકોટનો અને બીજો શખ્સ જૂનાગઢનો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે તમામ નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એકતરફ કેન્દ્ર સરકાર દ્વારા કાળાનાણાને ડામવા માટે નોટબંધી કરવામાં આવેલ અને 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવેલ તેમ છતાં જૂની ચલણી નોટો ઝડપાવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો હતો. ત્યારે આ પહેલા ભાવનગર ખાતેથી પણ નકલી નોટો પોલીસે ઝડપી હતી તથા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામેથી LCB દ્વારા સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ જૂની ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. 



Recent Story

Popular Story