Thursday, July 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સાવધાન / પાકિસ્તાનનું વોટ્સએપ પર નકલી KBC ગ્રુપ, BSFએ જવાનોને ચેતવ્યા

પાકિસ્તાનનું વોટ્સએપ પર નકલી KBC ગ્રુપ, BSFએ જવાનોને ચેતવ્યા

BSFએ સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને જવાનોને ચેતવ્યા છે. બીએસએફે પાકિસ્તાનના શંકાસ્પદ વોટ્સએપ ગૃપથી દૂર રહેવા જવાનોને નિર્દેશ કર્યો છે. કારણ કે, પાકિસ્તાનમાં કોઈએ નકલી 'કૌન બનેગા કરોડપતિ' ગૃપ શરૂ કર્યું છે. 

આ ગૃપ સોશિયલ મીડિયાના ઉપયોગથી ભારતીય જવાનોને ટાર્ગેટ  બનાવે છ. ગૃપમાં આકર્ષક લિંક મોકલીને જવાનોને આકર્ષે છે. લિંક ખોલતાની સાથે માહિતીને હેક કરવાનો પ્રયાસ કરે છે. ભારતીય સુરક્ષાની જાણકારી માટે તેનો ઉપયોગ કરી શકે છે. 

Whatsapp chat

જેને લઈને BSFએ પોતાના તમામ કેન્દ્રો પર સુચના મોકલી છે અને જવાનોને પાકિસ્તાનના વોટ્સએપ ગૃપમાંથી દૂર રહેવા માટે સુચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ગૃપનું નામ KBC ONLINE છે. જેને પાકિસ્તાન સ્થિત ફોન નંબર + 92308 576 3677 દ્વારા બનાવવામાં આવેલ છે. 

Whatsapp app

સેનાએ પણ જાહેર કર્યું અલર્ટ
ભારતીય સેનાએ પણ પોતાના જવાનોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખાસ કરીને વ્હોટ્સેપ ગ્રુપ પર સક્રિય રહેવા સંબંધીત એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં આવા પ્રકારના ગ્રુપથી ખાસ સાવધ રહેવાનું કહેવામાં આવ્યું છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ