બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 'સ્પેશિયલ 26' જેવી ઘટના, 6 નકલી અધિકારીઓએ કરી રેડ, જુઓ પછી શું થયું?
Last Updated: 08:54 AM, 11 January 2025
નવા વર્ષે નકલી અધિકારીઓની શરૂઆત થઇ ચુકી છે ત્યારે તાજેતરમાં દાહોદમાંથી નકલી આવકવેરા અધિકારી પકડાયા હતા. જેમાં વેપારીની દુકાને 6 લોકો IT ઓફિસર બનીને આવ્યા હતા. પોલ ખુલતા 2 આરોપીઓ ઝડપાયા હતા.
ADVERTISEMENT
કેસ કરવાની ધમકી
દાહોદના સુખપર ગામે નકલી ઈન્કમટેકસ અધિકારીઓ પકડાયા હતા. ગામમાં એક વેપારીની દુકાને 6 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. મળતી માહિતી મુજબ અલ્પેશ પ્રજાપતિની દુકાને 6 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. જેમાં તેઓએ વેપારીના ચોપડા ચેક કરી દાગીના અને ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, ઉત્તરાયણને લઈ પોલીસ કમીશનરનું જાહેરનામું, જુઓ 8 મોટા સમાચાર
નકલી અધિકારીઓએ કેસ ન કરવા માટે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી. જેમાં આશરે રૂપિયા 2 લાખ રોકડા લીધા હતા. ત્યારે નકલી અધિકારીઓએ નાણા અન્ય જગ્યાએ આપવાની વાત કરતા ભાંડો ફુટીયો હતો. જેમાં પોલીસે ભાવેશ આચાર્ય અને અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યા હતા. જોકે અન્ય 4 શખ્સો ફરાર થયા હતા. ત્યારે આ ઘટનાને લઇ સુખસર પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT