બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીના બારડોલી રોડ પર ઝડપાઈ નકલી દેશી ઘીની ફેક્ટરી, LCBએ બે સગા ભાઈની કરી ધરપકડ
Last Updated: 06:42 PM, 23 June 2024
ગાયનું દેશી ઘી આરોગતા પહેલાં ચેતી જાજો. નવસારીમાંથી ગાયનું નકલી દેશી ઘી ઝડપાયુ છે. નવસારીના બારડોલી રોડ પર એક કંપનીમાંથી નકલી ગાયનું દેશી ઘી ઝડપાયુ છે. નવસારી LCBએ શિવ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં દરોડા પાડીને નકલી ગાયનું દેશી ઘી ઝડપી પાડ્યુ.
ADVERTISEMENT
15 લાખની કિંમતનું 3133 કિલો બનાવટી ઘી જપ્ત
ADVERTISEMENT
નવસારી LCBએ 15 લાખની કિંમતનું 3133 કિલો બનાવટી ઘી જપ્ત કરી બે સગા ભાઈની ધરપકડ કરી છે. વિકી ચોખાવાલા અને લવ ચોખાવાલા સામે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટના સ્થળે પહોંચી નકલી ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શિવ ફૂટ પ્રોડક્ટ કંપનીમાં સુખવંત બ્રાન્ડનું નકલી ગાયનું દેશી ઘી બનાવવામાં આવતુ હતુ.
નકલી ઘી કેવી રીતે બનાવાય છે?
વનસ્પતિ ઘી અને તલના તેલનો ઉપયોગ કરે છે, ઘીમાં ચીકાસ લાગે તે માટે આ પ્રયોગ કારગત નિવડે છે. નકલી ઘીમાં અસલી ઘી જેવી સુગંધ અને ફ્લેવર નાંખવામાં આવે છે અને સુગંધથી નકલી ઘીને પારખવું સરળ નથી
નકલી ઘી આરોગવાથી શું થાય?
નકલી ઘીનો લાંબા સમય સુધીનો ઉપયોગ હ્યદયરોગ અને સ્ટ્રોક આવી શકે
અન્ય ગંભીર બીમારીનો પણ શિકાર બની શકીએ
આ પણ વાંચો: શિલ્પ શાલિગ્રામ-વસ્ત્રાપુરના સિનિયર સિટિઝન ગ્રુપની અનોખી પહેલ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા પર કરી ચર્ચા
નકલી ઘીને ઓળખી કઇ રીતે શકીએ?
ગેસક્રોમેટોગ્રાફી પદ્ધતિથી ઘી માં વનસ્પતિ ઘીની હાજરી ખબર પડે
મોટાભાગે લેબોરેટરીના પરિક્ષણથી જ ઘી વિશે જાણી શકાય
સરળ રીતે અસલી-નકલી ઘીનો ફરક સમજવો સરળ નથી
બ્રાન્ડેડ,જાણીતી દુકાન કે વ્યક્તિ પાસેથી ઘી ખરીદવું હિતાવહ
નકલી ઘીને મીઠા દ્વારા ઓળખી શકાય તેવો દાવો છે
અડધી ચમકી મીઠું હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણથી ચકાસી શકાય
20-30 મિનિટમાં ઘીનો રંગ બદલાય તો ઘી નકલી હોય શકે
અસલી ઘીનો રંગ નથી બદલાતો
અસલી ઘી પાણીમાં તરે છે
નકલી ઘી પાણીમાં ડૂબી જાય છે
અસલી ઘી હથેળી પર ઓગળવા લાગે છે,નકલી ઘી જેમનું તેમ રહે છે
અસલી ઘીમાં ઉકળ્યા પછી પણ સુગંધ જેમની તેમ રહે છે
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.