બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2,74,000 હજારના મુદ્દામાલ સાથે સાણંદમાંથી ઝડપાયું બોગસ કૉલ સેન્ટર, વિદેશના લોકોને માયાજાળમાં ફસાવતા
Last Updated: 08:27 AM, 18 February 2025
રાજ્યમાં ઠગાઇના કિસ્સાઓ વધી ગયા છે ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવ રહી છે. જેમાં સાણંદ ખાતે ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર ઝડપાયું હતું. આ કોલ સેન્ટરમાં સસ્તી લોન આપવાની લાલચ આપી લોકોની ઠગાઈ થતી હતી. જેમા લોકોને આર્થિક રીતે નુકશાની ભોગવવાની વારી આવી હતી.
ADVERTISEMENT
ફાર્મ માં કોલ સેન્ટર ચાલતું
ત્યારે આ કોલ સેન્ટરની બાતમી પોલીસને મળી હતી. જે બાદ સાણંદ પોલીસે દરોડા પાડીને 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે 2 લાખ 74 હજાર નો મુદામાલ જપ્ત કર્યો હતો. સાણંદના અણદેજ ગામના ફાર્મ હાઉસમાંથી કોલ સેન્ટર ઝડપાયું હતું. જેમાં હારુન અબ્દુલ વાઘેલા ના ફાર્મ માં કોલ સેન્ટર ચાલતું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: પોલીસ ભરતી: PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, એક ક્લિકમાં ફટાફટ કરી લો ચેક
આ ઘટનામાં પોલીસે તારીક સૈયદ રહે. જુહાપુરા તથા અસફાક કાઝી ફતેહવાડી અમદાવાદ ને ઝડપી પાડ્યા હતા. જેમાં વધુ તપાસ કરતા આ આરોપીઓ દ્વારા વિદેશના લોકોને પોતાની જાળમાં ફસાવતા હોવાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.