Faizan Ansari shocking statement against Javed Bollywood
નિવેદન /
'ઉર્ફી જાવેદ છોકરી નથી ટ્રાન્સજેન્ડર છે, પુરાવા જોઈતા હોય તો આપું', આ એક્ટરના દાવાથી બોલિવુડમાં હડકંપ
Team VTV11:25 PM, 27 Mar 23
| Updated: 07:25 AM, 28 Mar 23
ફૈઝાન અન્સારીએ વધુ એક વખત ઉર્ફી જાવેદ વિરુદ્ધ ચોંકાવનારૂ નિવેદન આપતા બોલીવુડમાં હડકંપ મચી ગયો છે.
ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફૈઝાન અન્સારીનું નિવેદન
'ઉર્ફી જાવેદ છોકરી નથી ટ્રાન્સજેન્ડર છે !
ફૈઝાન અન્સારીના નિવેદનથી બોલીવુડમાં હડકંપ
ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની ડ્રેસીંગ સેન્સને લઈ અને જાણીતી છે. તેના હજારો ચાહકો પણ છે. તો બીજી તરફ કપડાના અલગ અંદાજને કારણે આ અભિનેત્રી અને લોકોના નિશાનમાં આવી ચુકી છે. ભૂતકાળમા આ મામલે અનેક કૉમેન્સ્ટ અને નિવેદનો આવ્યા છે બાદમાં હવે ફૈઝાન અન્સારીનું નામ પણ ઉમેરાયું છે ફૈઝાન અન્સારી ઘણી વખત ઉર્ફી જાવેદ વિરુદ્ધ નિવેદન આપ્યા છે.પરંતું હાલમાં આપેલ નિવેદનો તમામ લોકોને વિચારતા કરી દીધા છે.
ફૈઝાન અન્સારીએ કહ્યું...
ફૈઝાન અન્સારીએ ઉર્ફી જાવીદને કિન્નર કહી દીધા છે. 'ઉર્ફી જાવેદ છોકરી નથી ટ્રાન્સજેન્ડર છે, પુરાવા જોઈતા હોય તો આપું',એટલું જ નહીં અભિનેતાનું એવું પણ કહેવું છે કે ઉર્ફી જાવેદને કિન્નર સાબિત કરવા માટે તેની પાસે પુરાવો પણ છે અને સમય જતા તે પોતે કોર્ટમાં આ મામલો રજૂ કરશે અને પુરાવા સાથે ઉર્ફીને કિન્નર સાબિત કરશે. જેને લઈને બોલીવુડમાં હડકંપ મચી ગયો છે આ મામલે મીડિયા સાથેની વાતચિતમા ફૈઝાન અન્સારીએ કહ્યું કે મારી પાસે આ ટ્રાન્સજેન્ડર અંગેના પુરાવાઓ પણ છે જેને હું દેશની સામે મોટા ખુલાસા તરીકે રજૂ કરવા જય રહ્યો છું. ઉર્ફી ટ્રાન્સજેન્ડર છે અને મારો પહેલેથી જ તેની સાથે લાંબો વિવાદ રહ્યો છે. જે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે અને હવે તે કોર્ટમાં જ પુરાવા, સાક્ષી અને કિન્નર સમાજના વડા સાથે આ મામલો સાબિત કરી બતાવશે.
ફૈઝાન અન્સારી ઘણી વખત ઉર્ફી જાવેદ વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યા
ફૈઝાન અંસારીએ વધુમાં કહ્યું કે, ઉર્ફી સાથે વાત કરવાનો પ્રયાસ કરવા છતાં તે ઉદ્ધત વર્તન કરે છે અને મુસ્લિમ સમાજ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવે છે જેથી હવે તેની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. તેમને સીધો પાઠ ભણાવવો વધુ સારું રહેશે. મુસ્લિમ હોવાને કારણે તે આ રીતે અમારું નામ બદનામ કરી રહી છે, મહત્વનું છે કે આ અગાઉ પણ ફૈઝાન અન્સારી ઘણી વખત ઉર્ફી જાવેદ વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યા છે.