બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 10 સપ્ટેમ્બર બાદ ઇન્સ્ટાગ્રામ બંધ થઇ જશે? શું છે સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોની સચ્ચાઇ, જાણો Fact Check
Last Updated: 07:59 PM, 6 September 2024
ટેલીગ્રામ મેસેજીંગ એપ અપરાધિક ગતિવિધિઓ રોકવામાં નિષ્ફળ રહેવાના આરોપમાં તેના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ ડ્યુરોવની ગયા મહિને પેરિસમાં ધરપકડ કરી હતી. તેના બાદ હાલમાં ખબર આવી કે બ્રાઝીલમાં એક્સ બેન કરી દેવામાં આવ્યું છે અને હવે ઈન્સ્ટાગ્રામ પર પણ કહેવામાં આવી રહ્યું છે કે 10 સપ્ટેમ્બરે ઈન્સ્ટાગ્રામ બંધ થવાનું છે.
ADVERTISEMENT
એવો દાવો કરનાર લોકો એક પોસ્ટ શેર કરી રહ્યા છે જેમાં ઈન્સ્ટાગ્રામ પર ફૂલ-માળા ચડાવીને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઈંસ્ટાગ્રામ પર હજારો લોકો આવી પોસ્ટ શેર કરી ચુક્યા છે. ઈંસ્ટાગ્રામ પર હજારો લોકો એવી પોસ્ટ્સને શેર કરી ચુક્યા છે.
ADVERTISEMENT
દાવાને સાચો માનતા જ અમુક લોકો લખી રહ્યા છે કે ઈન્સ્ટાગ્રામનું બંધ થવું સારી ખર છે કારણ કે તેના પર આવતુ આપત્તિજનક કંન્ટેન્ટ ભારતમાં લોકો પર ખોટો પ્રભાવ પાડી રહ્યું છે. ત્યાં જ અમુક લોકો આ જાણકારીને ફેક ન્યૂઝ જણાવી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ તેના સંબંધિત કોઈ જાણકારી નથી આપવામાં આવી. ગયા વર્ષે પણ લગભગ આજ સમયે નકલી ખરબ વાયરલ થઈ હતી.
બ્રાઝીલમાં કેમ બેન થયું X?
બ્રાઝીલના સુપ્રીમ કોર્ટ અને એક્સના માલિક એલન મસ્કની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. X પર આરોપ હતો કે બ્રાઝીલમાં તખ્તાપલટની ખબર અને લોકતંત્રને કમજોર કરનાર કન્ટેન્ટને પ્રોત્સાહન આપી રહ્યા છે. એક્સને આદેશ આપવામાં આવ્યા હતા કે તે 24 કલાકની અંદર દેશમાં એક કાયદાકીય અધિકારી અપોઈન્ટ કરે.
પરંતુ કંપનીએ આમ ન કર્યું. તેના બાદ બ્રાઝીલના જસ્ટિસ ડિ મોરિયસે આખા દેશમાં એક્સને બેન કરવાનો આદેશ આપ્યો અને ભારે દંડ પણ લગાવ્યો. વર્ષ 2024ની શરૂઆતમાં પણ કોર્ટે એક્સને કથિત રીતે નકલી ખબર અને નફરત ફેલાવનાર અમુક એકાઉન્ટ્સને બ્લોક કરવાના આદેશ આપ્યા હતા. આ આદેશનું પણ એક્સે પાલન ન હતું કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાઈમ સિક્રેટ્સ / વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
Dhruv
ચીનની વિચિત્ર હરકત / ચીનનાં તમામ ટોઇલેટ સાફ કરવાની જવાબદારી ડોનાલ્ડ ટ્રમ્પની!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.