ફેસબુક ખૂબ જલ્દી પોતાના યૂઝર્સને એક નવી ભેટ આપવાની તૈયારીમાં છે. કંપની પોતાની Messenger એપમાં M અસિસ્ટન્ટનું ટેસ્ટિંગ કરી રહી છે જેનાથી વોયસ કમાન્ડ આપીને કામ કરાવી શકાય છે. ટેક ક્રંચ અનુસાર આ ફીચરની મદદથી યૂઝર ટાઇપ કર્યા વગર મેસેજ કરી શકશો. આટલું જ નહીં એમાં કમાન્ડ આપીને ફ્રેન્ડ લિસ્ટમાં મોજૂદ મિત્રોને વોયસ કોલ પણ કરી શકાશે.
ટેક ક્રંચે મેસેન્જરના એન્ડ્રોઇડ વર્ઝનની કોડિંગથી જાણ્યું કે મેસેજ સ્ક્રીનના ટોપ પર M અસિસ્ટન્ટ નામથી એક બટન આપવામાં આવી રહ્યું છે. આ બટનની મદદથી વોયસ કમાન્ડ ફીચર એક્ટિવેટ કરવામાં આવી શકશે. આ ફીચરને એક્ટિવેટ કર્યા બાદ મેસેન્જર યૂઝર બોલીને જ તમામ સર્વિસનો ફાયદો મેળવી શકશે. આ ફીચર દ્વારા માત્ર બોલીને મેસેજ અને કોલ પણ કરી શકાશે સાથે જ એનાથી યૂઝર કોઇ પણ સમયનું Reminder પણ સેટ કરી શકશે.
કહેવામાં આવ્યું છે કે આ ફીચર આવવવાથી લોકો ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ અડ્યા વગર કોઇને પણ મેસેજ કરી શકશે. ફેસબુકના આ ફીચરથી એ લોકોને પણ મદદ મળશે જે લોકો બરોબર જોઇ શકતા નથી અથવા જેમને પોતાની ભાષામાં ટાઇપિંગ કરવામાં પરેશાની રહે છે.
જો કે આ પહેલા એવી માહિતી મળી હતી કે ફેસબુક પોતાના મેસેન્જર માટે Aloha વોયસ અસિસ્ટન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્પીચ ટ્રાન્સક્રિપ્શન ફીચરનું ટેસ્ટિંગ પણ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર ફેસબુક આવનાર પોર્ટલ વીડિયો ચેટ સ્ક્રીન ડિવાઇસનો ભાગ છે.