ફેસબુકે તેની નવી એપનું નામ સ્ટડી રાખ્યું છે. આ એપથી ફેસબુક તે જાણી શકશે કે તમે બીજી કઇ કઇ એપનો ઉપયોગ કરો છો અને તેની પાછળ કેટલો સમય ગાળો છો. આ ઉપરાંત તમે કયા દેશના રહીશ છો તે અને મોબાઇલનું મોડલ અને નેટવર્કની માહિતી પણ ફેસબુક સાથે શેર કરવી પડશે. ફેસબુકે જોકે સ્પષ્ટતા કરી છે કે તે યુઝર્સના પાસવર્ડની જાણકારી નહીં મેળવે.
દુનિયાની સૌથી મોટી સોશિયલ મિડીયા સાઇટ ફેસબુકે હવે નવી એપ લોન્ચ કરી છે. જેનાં દ્વારા તે યુઝર્સને હવે રુપિયા આપશે. જો કે તે માટે યુઝરે તેની માહિતી શેર કરવી પડશે. ટૂંકમાં ફેસબુકને તમરા મોબાઇલનો ડેટા આપો અને વળતર મેળવો. આ પહેલાં પણ ફેસબુકે આવી બે એપ લોન્ચ કરી હતી. પરંતુ પ્રાઇવેસી અંગે ઉહાપોહ થતા તેના પર પડદો પાડી દેવાયો હતો.
ફેસબુકે તેની નવી એપનું નામ સ્ટડી રાખ્યું છે. આ એપથી ફેસબુક તે જાણી શકશે કે તમે બીજી કઇ કઇ એપનો ઉપયોગ કરો છો અને તેની પાછળ કેટલો સમય ગાળો છો. આ ઉપરાંત તમે કયા દેશના રહીશ છો તે અને મોબાઇલનું મોડલ અને નેટવર્કની માહિતી પણ ફેસબુક સાથે શેર કરવી પડશે. ફેસબુકે જોકે સ્પષ્ટતા કરી છે કે તે યુઝર્સના પાસવર્ડની જાણકારી નહીં મેળવે. આ ઉપરાંત યુઝરને કેટલા રૂપિયા મળશે તેની પણ કોઇ જાણકારી આપી નથી.
આ એપ માત્ર એડલ્ટ માટે છે. એપ ડાઉનલોડ કરવા રજિસ્ટર થયા બાદ ફેસબુક તમારી પસંદગી થશે તો ગુગલ પ્લેસ્ટોર પર તેની લીન્ક મોકલશે. ફેસબુક યુઝર્સનો ડેટા માર્કેટીંગ અને એડ એજન્સી ઉપરાંત અન્ય એપના ડેવલપર્સ સાથે શેર કરીને કમાણી કરશે અને તેનો કેટલોક હિસ્સો યુઝર્સ સાથે શેર કરશે તેમ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેસબુકે માર્કેટ રિસર્ચ એપ ‘રિસર્ચ’ લોન્ચ કરી હતી. આ એપ બાળકો વધુ યુઝ કરતા હોવાની તેમજ તે એપલની ગાઇડલાઇન્સ મુજબ નહીં હોવાની ફરીયાદો બાદ બંધ કરી દેવાઇ
હતી. ફેસબુકની વધુ એક ટ્રેકીંગ એપ Onavo Protect પણ પ્રાઇવેસીના કારણોસર બંધ કરાઇ હતી.