ન્યૂ દિલ્હીઃ ઘણાં લાંબા સમયથી ફેસબુક પર ડિસલાઇક બટનની રાહ જોઇ રહેલા લોકો માટે એક મોટા સમાચાર છે. ફેસબુકે પહેલા મેસેન્જરમાં ડિસલાઇકનો વિકલ્પ આપ્યો હતો અને હવે કંપની એક વધુ ડિસલાઇક બટનનું ટેસ્ટિંગ કરી રહેલ છે.
downvoteથી કરો Dislike:
મીડિયા રિપોર્ટ અનુસાર ફે્સબુક કોમેન્ટમાં upvote અને downvote બટનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ડાઉનવોટ બટનને ડિસલાઇકની રીતે જ જોવામાં આવી રહ્યું છે. પરંતુ જો આપને કોઇ કોમેન્ટ અથવા સ્ટેટસ પસંદ નથી આવતું તો આપ તેને ડાઉનવોટ કરી શકો છો. હકીકતમાં ફેસબુકે આ વખતે Redditનાં downvote/upvote બટનને કોપી કરેલ છે. આ બંને બટનોની મદદથી યૂઝર્સ પોતાની સહમતિ અને નારાજગી રજૂ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરી શરૂઃ
નવા અપડેટ બાદ કોમેન્ટની નીચે ↥↧ બે બટન આપને દેખાશે જેમાં નીચેની તરફ તીર પર ક્લિક કરીને આપ કોઇ પણ કોમેન્ટને નાપસંદ કરી શકો છો અને ઉપરની તરફ દર્શાવેલ તીરને કોમેન્ટ પસંદ પડી હોવાંની રીતે આપ તેની પર ક્લિક કરી શકો છો.
ફેસબુકનાં આ નવા ફીચરને હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં દેખવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ફેસબુક આને સમગ્ર દુનિયામાં ક્યારથી લાગુ કરે છે.