facebook deal to acquire 10 percent stake in reliance jio
બિઝનેસ /
ભારતના ટેલીકોમ સેક્ટરમાં ફેસબુકની એન્ટ્રી ? રિલાયન્સ JIO સાથે આટલી કિંમતમાં શઇ શકે સોદો
Team VTV02:40 PM, 25 Mar 20
| Updated: 02:46 PM, 25 Mar 20
સોશિયલ મીડિયાની મલ્ટિનેશનલ કંપની ફેસબુક ભારતના દિગ્ગજ જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપનીના રિલાયન્સ JIOમાં 10 ટકા હિસ્સો ખરીદી શકે છે. આંતરરાષ્ટ્રીય આર્થિક અખબારના જણાવ્યા અનુસાર, બંને જૂથો ટૂંક સમયમાં આ મામલે સમજૂતિ કરી શકે છે.
ફેસબુક ભારતમાં રિલાયન્સ જૂથના JIOનો હિસ્સો ખરીદી શકે છે
ટૂંક સમયમાં થઇ શકે છે જાહેરાત
લંડનના અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સ અનુસાર, માર્ક ઝુકરબર્ગની આગેવાની ધરાવતી કંપની ફેસબુક ટૂંક સમયમાં મુકેશ અંબાણીનું નેતૃત્વ ધરાવતી JIOમાં 10 ટકા હિસ્સો માટે પ્રારંભિક સમજૂતી કરી શકે છે.
આટલાનો થઇ શકે છે સોદો
આ સોદો અબજો ડોલરની કિંમતનો હોઈ શકે છે. રિલાયન્સ JIOનો ભારતમાં લગભગ 37 કરોડ ગ્રાહકોનો આધાર છે. વિશ્લેષક બર્નસટીન કંપનીની વેલ્યૂ આશરે 60 અબજ ડોલની છે એટલે કે તેનો અર્થ એ કે તેની 10 ટકા હિસ્સો આશરે 6 અબજ ડોલરમાં વેપાર થઈ શકે છે.
સમાચારો અનુસાર રિલાયન્સ અને ફેસબુક વચ્ચે આ અંગેની વાતચીત ઘણી આગળ વધી ગઈ હતી, પરંતુ કોરોના વાયરસના કહેરને કારણે વિશ્વવ્યાપી મુસાફરી પર પ્રતિબંધ હોવાને કારણે તે અડચણરૂપ બની ગઈ છે. ફેસબુક આ ડીલ દ્વારા ભારતના ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. મહત્વનું છે કે, JIO મોબાઇલ ટેલિકોમ, હોમ બ્રોડબેન્ડ, ઇ-કોમર્સ જેવા ઘણા સેગમેન્ટમાં સક્રિય છે.
આવો છે જિઓનો કારોબાર
રિલાયન્સ JIOની કામગીરીની શરૂઆત સપ્ટેમ્બર 2016 માં શરૂ થઈ હતી. તેના આગમનની સાથે જ ભારતીય ટેલિકોમ ક્ષેત્રે પ્રાઈસ વોર શરૂ કરી દીધી. કંપની ખૂબ ઓછા દરે ડેટા અને વોઇસ સર્વિસીસ પ્રોવાઇડ કરે છે. અત્યારે એજીઆરની સમસ્યાને કારણે ભારતનું ટેલિકોમ ક્ષેત્ર નાશ પામ્યું છે, પરંતુ રિલાયન્સ JIO જોરદાર રીતે ટકેલી છે.