બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટેક અને ઓટો / Facebook and Instagram will be stopped in Europe

ટેક્નોલોજી / તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે, જાણો શું છે સમગ્ર મામલો

Khyati

Last Updated: 11:08 AM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થઇ શકે છે બંધ, Meta લઇ શકે છે આ અંગે નિર્ણય

  • Metaની વધી મુશ્કેલી
  • ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંધ કરવાની તૈયારીમાં
  • યુઝર્સનો ડેટા સ્ટોર કરવા બાબતે મુશ્કેલીમાં Meta

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી આપણે એટલા ટેવાયેલા છીએ કે આપણી સવાર પણ તેનાથી જ પડે છે.  ટીનએજ થી લઇને તમામ લોકો મોટા ભાગનો સમય ઇન્સ્ટા અને ફેસબુક પર વિતાવે છે. ત્યારે જો આપણને એમ જાણવા મળે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કાલથી બંધ થઇ જશે તો, ચોંકી ગયાને તમે. આવી જ એક વાત સામે આવી છે કે  Meta Facebookઅને Instagram જેવી સેવાઓ બંધ કરી શકે છે. જાણો શું છે કારણ

Facebookઅને Instagram થઇ જશે બંધ

Meta માટે યુરોપમાં પડકાર વધી રહ્યો છે. જે ધ્યાને રાખીને કંપની કેટલીક સેવા બંધ કરી શકે છે. રિપોર્ટ્સની માનીએ તો મેટાએ પોતાના ઐન્યુઅલ રિપોર્ટ માં  જણાવ્યુ કે જો કંપનીએ પોતાના યુરોપીય યુઝર્સનો ડેટા અમેરિકા બેસ્ડ સર્વર પર ટ્રાન્સફર, સ્ટોર અને પ્રોસેસ કરવાનો ઓપ્શન નહી મળે તો યુરોપમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવા બંધ કરવી પડી શકે છે.

Metaની તકલીફો વધી

યુરોપમાં  ટ્રાન્સફર કરવાને લઇને મોટા પગલા ભરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીકંપનીઓ પ્રાઇવસી શિલ્ડ અને અન્ય મોડલ એગ્રીમેન્ટ દ્વારા ડેટા ટ્રાન્સફર કરતી હતી.  મેટા આ મદદથી જ યુરોપીય યુઝર્સનો ડેટા અમેરિકી સર્વર પર સ્ટોર કરી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ કાયદો અમાન્ય કરી દેવાયો હતો.

મેટાને શું  છે પરેશાની ?

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યાનુસાર યુએસ સિક્યોરિટીઝ અને એક્સચેન્ડ કમિશને પોતાની લેટેસ્ટ રિપોર્ટમાં મેટાએ કહ્યું કે જો એક નવું ફ્રેમવર્ક તૈયાર કરવામાં નહી આવે અથવા તો હાલમાં જે મોડલનો ઉપયોગ કરવામાં આવે છે તે નહી કરવા દેવામાં આવે તો યુરોપમાં Facebook અને Instagram જેવી સેવાઓ નહી આપી શકાય. પહેલા યુરોપીયન ડેટાને યુએસ સર્વર પર ટ્રાન્સફર કરવા માટે કંપનીઓ પ્રાઇવસી શિલ્ડ કાયદાનો ઉપયોગ કરી રહી હતી. જો કે, જુલાઈ 2020 માં યુરોપીય અદાલત દ્વારા આ કાયદો રદ કરવામાં આવ્યો હતો. જો કે પ્રાઇવસી શિલ્ડ ઉપરાંત મેટા યુરોપી યુઝર્સનો ડેટા અમેરિકી સર્વર પર સ્ટોર કરવા માટે Standard Contractual Clausesનો ઉપયોગ કરી રહી છે. પરંતુ આ મોડલ એગ્રિંમેન્ટ પણ Brussels સહિત યુરોપના ઘણા ભાગોમાં તપાસના દાયરામાં છે.

શું કહ્યું Metaએ ? 

એક રિપોર્ટના જણાવ્યાનુંસાર Meta ના લંડન બેસ્ઝ્ડ ટેક મીડિયા અને એડવટાઇઝિંગ કોમ્યુનિકેશન લીડર John Nolanને આ રિપોર્ટ્સને ફગાવી દીધા નથી. તેણે ગ્લોબલ અફેર્સ એન્ડ કોમ્યુનિકેશન્સના એક મેટાના વીપી, નિક ક્લેગનું નિવેદન શેર કર્યું. નિકે કહ્યું છે કે લાંબા ગાળા માટે ટ્રાન્સ-એટલાન્ટિક ડેટાના પ્રવાહને સુરક્ષિત રાખવા માટે વ્યવસાયોને મજબૂત કાયદાના આધારે સ્પષ્ટ, વૈશ્વિક નિયમોની જરૂર છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Instagram facebook meta ઇન્સ્ટાગ્રામ ફેસબુક બંધ યુરોપ Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ