રિસર્ચ કનાર વૈજ્ઞાનિકનો દાવો છે કે આ માસ્કથી કરવામાં આવેલા ટેસ્ટના રિઝલ્ટને એક બટનથી એક્ટિવ કરી શકાય છે.
વૈજ્ઞાનિકોએ શોધ્યું અનોખુ માસ્ક
90 મિનિટની અંદર આપશે કોરોનાનું રિઝલ્ટ
જાણો આ માસ્ક કઈ રીતે કામ કરે છે?
ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસ મહામારીના સંકટ સામે લડી રહ્યું છે ત્યારે દરરોજ લાખોની સંખ્યામાં કરવા પડી રહેલા કોવિડ ટેસ્ટ એક મોટી સમસ્યા છે. મહામારીની શરૂઆતમાં ટેસ્ટિંગ માટેની સુવિધા અને પદ્ધતિ ખૂબ જ ઓછી હતી પરંતુ જેમ જેમ વધુને વધુ શોધ કરવામાં આવી તે બાદથી હવે જુદી જુદી પદ્ધતિથી કોરોના વાયરસના ટેસ્ટ થઈ શકે છે. હવે એવી કીટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં ઘરે બેઠા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી શકાય છે ત્યારે હવે એક એવી શોધ થઈ છે કે માસ્ક પહેરવાથી જ કોરોના વાયરસનો ટેસ્ટ થઈ જશે.
90 મિનિટની અંદર રિઝલ્ટ
હાર્વર્ડ યુનિવર્સિટી અને એમઆઈટીના વૈજ્ઞાનિકોએ એક 'સસ્તું' ફેસ માસ્ક ડેવલોપ કર્યું છે જે પહેરનારના શ્વાસથી કોરોના વાયરસની જાણાકારી મેળવી લેશે અને 90 મિનિટની અંદર રિઝલ્ટ પણ આપી શકે છે. રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકનો દાવો છે કે આ માસ્ક દ્વારા કરવામાં આવેલા ટેસ્ટ દ્વારા રિઝલ્ટને એક બટનથી જ એક્ટિવ કરી શકાય છે. આ એક પોલીમરેઝ ચેન રિએક્શન ટેસ્ટના જેવું છે. જેવી રીતે કોવિડ ટેસ્ટમાં એક ગોલ્ડ સ્ટેડર્ડ હોય છે.
વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર, માસ્ક પરિણામોને એક વખત એક ડિજિટલ સિગ્નલ રિડ કરી શકે છે. જેને સ્માર્ટફોન એપ દ્વારા વાંચી શકાય છે અને પહેરનાર પોતાનું રિઝલ્ટ પોતાના ફોનમાં જોઈ શકે છે. હવે વૈજ્ઞાનિક માસ્કનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે કોઈ નિર્માતાની શોધ કરી રહ્યા છે.
ઓછી કિંમતમાં મળશે આ માસ્ક
રિસર્ચના લેખક પીટર ગુયેનને કહ્યું કે અમે જરૂરીયાત પ્રમાણે એક ઈન્ટ્રી ડાયગ્નોસ્ટિક લેબોરેટ્રીને એક નાના સિંથેટિક જીવ વિજ્ઞાન-આધારિત સેન્સરમાં નાનુ કર્યું છે. જે કોઈ પણ ફેસ માસ્ક સાથે કામ કરે છે. અને એન્ટીજન ટેસ્ટની ગતિ અને ઓછી રકમની સાથે પીસીઆર ટેસ્ટની ઉચ્ચ સટીકતાને જોડે છે.
માસ્ક પહેરનારના શ્વાસમાં SARS-CoV-2ની જાણકારી મેળવવા માટે બાયોસેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોસેન્સર આવા ઉપકરણો છે જે બાયોમોલેક્યુલની જાણકારી મેળવવા માટે સિંથેટિક જીવ વિજ્ઞાન પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે. જોકે આ પ્રકારનું માસ્ક જેમાં સેલ અને પાણી શામેલ છે તેને પહેરવા યોગ્ય બનાવવાું અથવા ફિટ કરવાનું જોખમ છે પરંતુ વૈજ્ઞાનિકોની ટીમે પહેરવા યોગ્ય ફ્રીઝ-ડ્રાય સેલ-ફ્રી ટેક્નિકનો ઉપયોગ કર્યો છે.
કઈ રીતે કરે છે કામ?
સીરીઝની પહેલી પ્રતિક્રિયા આરએનએ સુધી પહોંચવા માટે કોરોના વાયરસની પરતને ખોલે છે. બીજી પ્રતિક્રિયા જરૂરી નમૂનાઓનું ઉત્પાદન કરવા માટે વાયરલ આરએનએની ઘણી નકલો બનાવે છે. ત્રીજી પ્રતિક્રિયા સ્પાઈક જીવ અણુઓની શોધ કરે છે અને જો આ ટેસ્ટ પટ્ટી પર એક મળે છે તો તેને બે નાના ટુકડાઓમાં કાપી દે છે. અંતિમ ચરણમાં જો કાપવા માટે કોઈ સ્પાઈક ટુકડો નથી તો પરીક્ષણનું પરિણામ એ છે કે SARS-CoV-2 પહેરનારાના શ્વાસમાં હાજર નથી.