Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વર્લ્ડકપ / આ ખેલાડીઓ પર હશે 125 કરોડ ભારતીયોની નજર, આવુ હતુ IPLમાં ફોર્મ

આ ખેલાડીઓ પર હશે 125 કરોડ ભારતીયોની નજર, આવુ હતુ IPLમાં ફોર્મ

મુંબઇની જીતની સાથે લગભગ દોઢ મહિના સુધી ચાલેલી ટૂર્નામેન્ટ IPLનો અંત આવ્યો છે. દુનિયાની સૌથી મોટી T-20 લીગમાં મોટા-મોટા ખેલાડીઓએ સારુ ફોર્મ બતાવ્યુ. IPL પછી હવે ક્રિકેટ વર્લ્ડ કપ 30 મેથી શરૂ થશે.

2 વખત ચેમ્પિયન રહેલી ટીમ ઇન્ડિયા આ વખતે પણ પોતાની જીત માટે દાવેદારી નોંધાવશે, તો જાણીએ વર્લ્ડ કપમાં 125 કરોડ ભારતીયોની આશા રહેલા ખિલાડીઓના રેકોર્ડ પર...


શિખર ધવન:

આ IPLમાં ટીમ ઇન્ડિયાનો ગબ્બર એટલે કે શિખર ધવન શાનદાર રમ્યો. દિલ્હીને બીજા ક્વૉલિફાયર સુધી પહોંચડાવા માટે ધવન ખાસ રહ્યો. શિખરે 16 મેચમાં 521 રન કર્યા અને ટોપના 5 બેટ્મસેનમાં શામેલ થયો.

રોહિત શર્મા:

ટીમ ઇન્ડિયાના હિટમેને પોતાની કેપ્ટન્સીમાં ચોથી વખત મુંબઇને IPLની ટ્રોફી જીતાડી, પરંતુ બેટિંગમાં કંઇ ખાસ કમાલ ના કરી શક્યો જેટલી તેની પર આશા હતી. છેલ્લી 2 સિઝન કરતા આ સિઝનમાં વધારે ફોર્મ કર્યુ. ટીમ ઇન્ડિયાને જો વર્લ્ડ કપમાં ધાક જમાવવાની હશે તો પોતાની સલામી જોડીને સલામત રાખવી પડશે. રોહિતે 15 મેચમાં 31.15 ની અવરેજથી IPLમાં 405 રન કર્યા. 

વિરાટ કોહલી:

મિડલ ઓર્ડરની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલીનું નામ પહેલા યાદ આવે. વિરાટ કદાય ભાગ્યે જ IPLની આ સિઝન યાદ કરે, તેની પાછળ છે આંકડાઓ. જોકે આ સિઝનમાં ન તો તે સારી બેટિંગ કરી શક્યો ના તો પોતાની ટીમને ક્વૉલિફાયર સુધી પહોંચાડી શક્યો. વિરાટને પોતાને સાબિત કરવાની આગ વર્લ્ડકપમાં બાકીની ટીમ પર ભારી પડી શકે છે. વિરાટે IPL 12વી સિઝનમાં 33.14 એવરજેથી 464 રન કર્યા. આ દમરિયાન 2 હાફ સેન્ચુરી પણ કરી. 

એમએસ ધોની:

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી. ધોનીનું ફાઇનલમાં રનઆઉટ થવું ચેન્નાઇને ચેમ્પિયન બનવાથી દૂર કરી, પરંતુ આ પહેલા ગ્રુપ મેચમાં ધોની જ હતો જેના ફોર્મથી ટીમ પૉઇન્ટ ટેબલ પર આગળ હતી. ધોનીએ 12 મેચમાં 31.15 ની એવરેજથી 416 રન કર્યા. આ દરમિયાન ધોનીએ 3 હાફ સેન્ચુરી પણ કરી.

કેદાર જાધવ:

કેદાર માટે IPLની 12મી સિઝન ઠીક રહી. રન પણ ના કર્યા અને છેલ્લી લીગ મેચમાં તેને ખભાની ઇજા થઇ. હવે જોવાનું રહ્યુ કે ધાકડ ખિલાડી કેટલી જલ્દી ફિટ થઇને પરત ફરે છે. કેદારે 12 મેચમાં 162 રન જ કર્યા. 

હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ:

ખિતાબ માટે સૌથી પ્રબળ દાવેદાર ભારત માટે સૌથી મોટો ફાયદો હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલનું ફોર્મ છે. પ્રતિબંધ પછી પરત આવેલા બંને ખિલાડીઓમાં ગજબ બદલાવ જોવા મળ્યો. હાર્દિક પંડ્યાએ જ્યાં 15 મેચમાં 405 રન કર્યા સાથે સાથે 14 વિકેટ પણ મેળવી. તો બીજી તરફ કે.એલ. રાહુલે 14 મેચમાં 593 રન કર્યા, જેમાં 1 સેન્ચુરી અને 6 હાફ સેન્ચુરી શામેલ છે. 

વિજય શંકર:

વર્લ્ડક કપ ટીમમાં સૌથી મોટુ ટેન્શન નંબર 4 પર જ છે. સિલેક્ટર્સ ખૂબ જ મહેનત પછી વિજય શંકર પર દાવ લગાવ્યો છે પરંતુ તમિલનાડુનો આ પ્લેયર IPLમાં ઠીક ફોર્મમાં રહ્યો. ઘણી વખત તેણે જીતનો હીરો બનવાનો અને પોતાને સાબિત કરવાનો મૌકો મળ્યો, પરંતુ ફાયદો ના થયો .વિજય શંકરે 14 મેચમાં માત્ર 244 રન જ કર્યા. 

દિનશે કાર્તિક:

97 રનની એક ઇનિંગ છોડી દઇએ તો બાકી તેનું ફોર્મ ઠીક હતુ. પ્લેઇંગ ઇલેવનમાં તે ભાગ્યે જ જોવા મળી શકે છે. કાર્તિકે આ સિઝનમાં 15 મેચમાં 31.15ની એવરેજથી માત્ર 253 રન કર્યા, જેમાં 2 હાફ સેન્ચુરી શામેલ છે. 

રવિન્દ્ર જાડેજા:

એક પેસની જગ્યા ટીમમાં જડ્ડૂએ ત્યારે બદલી જ્યારે તેની ગેમ પર લોકો સવાલ કરવા લાગ્યો. પરંતુ હવે તમામ વિરોધીઓ શાંત છે. જાડેજાએ 16 મેચમાં 6.35ના ઇકૉનોમીથી 15 વિકેટ ઝડપી. 

ટીમ મેનેજમેન્ટ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને કાર્યભારને લઇને ચિતિતં છે, બંનેએ 19-19 વિકેટ લઇને પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે. ફાઇનલ મેચ ઑફ ધ મેચ રહેલા બુમરાહએ 14 રન આપીને 2 વિકેટ ઝડપી. ઇંગ્લેન્ડમાં સીમ-સ્વિન કન્ડિશનમાં બુમરાહ વિરાટ માટે ટ્રમ્પ કાર્ડ છે. ભુવનેશ્વર કુમારની વાત કરવામાં આવે તો તે સફળ ના રહ્યો પરંતુ આશા છે કે ઇંગ્લેન્ડની કન્ડિશનમાં તે ટીમ ઇન્ડિયનો આ પેસર સફળ સાબિત થશે. 

ક્યારેક ટીમ ઇન્ડિયના મિસ્ટ્રી સ્પિનર કહેવાતા કુલદીપ યાદવ આ વખતે IPLમાં ના ચાલ્યો. 9 મેચ પછી KKRના ખરાબ ફોર્મને કારણે કુલદીપ યાદવને જગ્યા નહતી આપવામાં આવી. કુલદીપે 9 મેચમાં 4 વિકેટ ઝડપી, તો બીજી તરફ યુજવેન્દ્ર ચહલે 14 મેચમાં 7.82 ઇકૉનોમીની સાથે 18 વિકેટ પોતાના નામે કરી. 
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ