Extreme levels of flood danger were announced in at least five and a half districts of Assam, with at least 30 people killed
કરૂણ દ્રશ્યો /
સાડા પાંચ લાખ થી વધુ લોકો પર સંકટનું પૂર, આસામમાં ભારે તબાહી, મૃતકોની સંખ્યા 30 થઈ
Team VTV12:24 PM, 27 May 22
| Updated: 12:38 PM, 27 May 22
આસામમાં પૂરના કારણે સ્થિતિ ભયાનક બની રહી છે. આસામમાં અત્યા સુધી 5.61 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે
આસામમાં હજુ પણ 5.61 લાખ લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
સૌથી વધુ અસગ્રસ્તો કચર અને મોરીગાંવ જિલ્લામાં છે
સમગ્ર આસામમાં 47,139.12 હેક્ટરના પાકને નુકસાન થયું છે.
આસામમાં હજુ પણ 5.61 લાખ લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
આસામમાં છેલ્લા કેટલા દિવસોથી પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેને લઈ લાખો લોકોને અસર થઈ રહી છે. ગુરુવારે વરસાદ સંબંધિત ઘટનામાં વધુ બે લોકોના મોત થયા હતા. બીજી બાજુ સરકારી આંકડાઓ અનુસાર, હજુ પણ 5.61 લાખ લોકો પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ ગુરુવારે નાગાંવ અને કામપુરમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું.આ નવા મૃત્યુને કારણે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે.
Centre releases Rs 324 crore advance from SDRF for flood-hit Assam
ASDMAએ જણાવ્યું હતું કે કચર, દિમા હસાઓ, હૈલાકાંડી, હોજાઈ, કાર્બી આંગલોંગ વેસ્ટ, મોરીગાંવ અને નાગાંવ જિલ્લાના 5 લાખ 61 હજાર 100 લોકો પૂરથી પ્રભાવિત છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર આસામના નાગાંવ જિલ્લાના સૌથી વધુ 3.68 લાખ લોકો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમજ કચર જિલ્લામાં લગભગ 1.5 લાખ લોકો અને મોરીગાંવ જિલ્લામાં 41,000 થી વધુ લોકો અસરગ્રસ્ત છે. ગુરુવારે, એક આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT) ગુવાહાટી પહોંચી હતી. ત્યારબાદ રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી.
સમગ્ર આસામમાં 47,139.12 હેક્ટરના પાકને નુકસાન થયું છે.
ASDMA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરવા માટે, IMCT સભ્યોને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા છે, જેઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. પ્રથમ જૂથ કચર અને દિમા હાસાઓ જિલ્લાની મુલાકાત લેશે, જ્યારે બીજું જૂથ દારંગ, નાગાંવ અને હોજાઈની મુલાકાત લેશે.ASDMAએ કહ્યું કે હાલમાં 956 ગામો ડૂબી ગયા છે અને સમગ્ર આસામમાં 47,139.12 હેક્ટરના પાકને નુકસાન થયું છે. સત્તાવાળાઓ છ જિલ્લામાં 365 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યા છે, જ્યાં 13,988 બાળકો સહિત 66,836 લોકો આશ્રયસ્થાનોમાં છે. અત્યાર સુધીમાં 1,243.65 ક્વિન્ટલ ચોખા, કઠોળ અને મીઠું, 5,075.11 લિટર સરસવનું તેલ, 300 ક્વિન્ટલ પશુ આહાર અને અન્ય પૂર રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.