આખી ટીમ માત્ર 10 રનમાં ઓલ-આઉટ, વાઈડના 6 અને બેટથી 4 રન

By : admin 08:06 PM, 06 February 2019 | Updated : 08:06 PM, 06 February 2019
એલિસ સ્પ્રગ્સિં: સાઉથ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ ઘરેલૂ ચેમ્પિયનશીપનાં એક મુકાબલામાં માત્ર 10 રન પર સમેટાઇ ગઇ. આ 10 રનોમાં 6 રન તો માત્ર વાઇડનાં જ હતાં, જ્યારે ચાર રન એક ખેલાડીનાં બેટિંગથી થયાં. બાકીનું યોગદાન શૂન્ય રહ્યું. એક રિપોર્ટ અનુસાર, આ રેકોર્ડ નેશનલ ઇંડીજિનિયસ ક્રિકેટ ચેમ્પિયનશીપનાં એક મુકાબલામાં બુધવારનાં રોજ જોવાં મળ્યું.

ન્યૂ સાઉથ વેલ્સની ટીમે ચેમ્પિયનશીપનાં મુકાબલામાં પહેલા બેટિંગ કરવા ઉતરેલ સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 10 રન પર ઓલઆઉટ કરી દીધાં. મેચમાં એક જ ખેલાડી હતી, જેની બેટિંગથી 4 રન થયાં અને બાકીનાં 6 રન તો વાઇડમાં જ આવ્યાં. સાઉથ ઓસ્ટ્રેલિયાની સલામી બેટિંગ ફેબી માંસેલે 33 બોલનો સામનો કર્યો અને 4 રન બનાવ્યાં. ન્યૂ સાઉથ વેલ્સની બોલર રોક્સાને વૉન વીને બે ઓવરની બોલિંગમાં એક મેડન રાખી અને માત્ર એક જ રન આપ્યાં. તેઓએ પોતાનાં આ સ્પેલમાં પાંચ વિકેટ ફટકારી. તે સિવાય નોઆમી વુડ્સ બે બોલ પર બે વિકેટ હાંસલ કરી.

ન્યૂ સાઉથ વેલ્સ ટીમ પણ 11 રનોનાં લક્ષ્ય આગળ લડખડાવા લાગી પરંતુ 2.5 ઓવરમાં બે વિકેટ ખોઇને આ લક્ષ્ય હાંસલ કર્યું. સાઉથ ઓસ્ટ્રેલિયાને પોતાની પહેલી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ ન્યૂ સાઉથ વેલ્સનો આ પહેલો મુકાબલો હતો.Recent Story

Popular Story