extra payment made to employees cannot force staffer to refund supreme court
ન્યાયની જીત /
સરકારી કર્મચારીને ભૂલ આપી દીધું ઈંક્રીમેંટ, સરકારે પાછુ માગ્યું તો સુપ્રીમ કોર્ટે આપ્યો આ જવાબ
Team VTV01:17 PM, 03 May 22
| Updated: 01:18 PM, 03 May 22
શું કોઈ કર્મચારીને આપવામા આવેલા ઈંક્રીમેંટ તેના રિટાયરમેંટ બાદ તે પૈસાની વસૂલીના એ આધાર પર કરી શકાય છે કે, તેને ભૂલથી આપવામાં આવ્યું હતું.
સરકારી કર્મચારીને મોટી રાહત
1999ના કેસનો હવે આવ્યો ચુકાદો
ભૂલથી મળેલા ઈંક્રીમેંટ પર કોર્ટનો મોટો ચુકાદો
શું કોઈ કર્મચારીને આપવામા આવેલા ઈંક્રીમેંટ તેના રિટાયરમેંટ બાદ તે પૈસાની વસૂલીના એ આધાર પર કરી શકાય છે કે, તેને ભૂલથી આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ તરફથી સોમવારે આ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ કર્મચારી કોઈ ફ્રોડ નથી કર્યું તો આવુ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કર્મચારીને આપવામાં આવેલું વધારાનું ચુકવણી તેના રિટાયરમેંટ બાદ એ આધારે વસૂલી શકાય નહીં કે તેને ઈંક્રીમેંટ ભૂલથી આપવામાં આવ્યું છે. જસ્ટિસ એસ.એ.નઝીર અને ન્યાયમૂર્તિ વિક્રમ નાથની પીઠે કહ્યું કે, વધારાની ચુકવણીની વસૂલી પર રોક લગાવાની મંજૂરી કોર્ટ દ્વારા આપવાામં આવે છે અને આ કર્મચારી કોઈ અધિકારના કારણે નહીં, પણ ન્યાયિક વિવેક અંતર્ગત કર્મચારીને તેના કારણે થનારી મુસિબતોથી બચાવવા માટે છે.
સુપ્રીમ કોર્ટમાં શિક્ષકને મળ્યો ન્યાય
જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને જસ્ટિસ વિક્રમ નાથની પીઠે કેરલના એક સરકારી શિક્ષકના પક્ષમાં નિર્ણય સંભળાવ્યાની વિરુદ્ધ રાજ્ય તરફથી ખોટી રીતે વેતન વધારો આપવા માટે વસૂલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેની 20 વર્ષની કાયદાકીય લડતને સમાપ્ત કરી દીધી અને કેરલ હાઈકોર્ટમાં આ કેસ હારી ગયું હતું.
પરિવારના ભરણપોષણ માટે વાપરી રકમ
પોતાના પ્રથમ ચુકાદાનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ સરકારી કર્મચારી, ખાસ કરીને જે સેવાના નીચલા પડાવ પર છે, જે પણ રકમ મળી છે, તેને પરિવારના ભરણપોષણ માટે ખર્ચ કરશે, પીઠે કહ્યું કે, પણ જ્યાં કર્મચારીને ખબર છે કે, પ્રાપ્ત વેતન વધારો ભૂલથી કરવામાં આવ્યો અથવા તો, ખોટી રીતે વધારો થયો છે, તેનો ઝડપી ખ્યાલ આવ્યો તો, કોર્ટ વસૂલી વિરુદ્ધ રાહત નહીં આપે.
લાંબી લડત બાદ થઈ જીત
આ કેસમાં શિક્ષકે 1973માં સ્ટડી લીવ લીધી હતી, પણ તેને ઈંક્રીમેંટ આપતા સમયે રજાના સમય પર વિચાર કરવામાં આવ્યો નહોતો. 24 વર્ષ બાદ 1997માં તેને નોટિસ જાહેર કરી અને 1999માં તેને રિટાયર થયા બાદ તેના વિરુદ્ધ વસૂલીની કાર્યવાહી શરૂ થઈ હતી. તેના વિરુદ્ધ તેને પહેલી વાર કેરલના મુખ્યમંત્રીએ સાર્વજનિક નિવારણ ફરિયાદ બ્રાંચમાં સંપર્ક કર્યો, પણ તેને રાહત મળી શકી નહી, જે બાદ તે હાઈકોર્ટ પહોંચ્યો, અહીં તેની અરજી રદ કરી દેવામા આવી, ત્યાર બાદ તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને તેના હકમાં ચુકાદો આપ્યો.