બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CID ક્રાઈમના સ્પા સેન્ટર પર દરોડા, મસાજની આડમાં દેહ વ્યાપાર, 3 વિદેશી સહિત 4 યુવતીઓ ઝડપાઈ
Last Updated: 08:28 PM, 4 October 2024
સ્પાના નામ પર દેહ વેપાર ચાલતો હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં CID ક્રાઈમે સ્પા પર દરોડા પાડી સ્પાના નામે ચાલતા દેહવેપારનો પર્દાફાશ કર્યો . સ્પામાંથી 3 વિદેશી યુવતીઓ સહિત કુલ 4 યુવતીઓ મળી આવી હતી. આ કેસમાં CID ક્રાઈમે બે જુદા જુદા ગુનાઓ દાખલ કર્યા છે..
ADVERTISEMENT
ઘટનાને વિગતે જોઇએ તો અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આ ધ થાઇ સ્પા આવેલું છે.. જ્યાં સ્પાના નામ પર દેહ વેપાર ચાલતો હોવાની બાતમી સીઆઇડી ક્રાઇમને મળી હતી.. આ બાતમીને આધારે સીઆઇડી ક્રાઇમે છટકું ગોઠવ્યું હતું.. અને ડમી ગ્રાહકના સ્વાંગમાં પોલીસ કર્મચારી સ્પામાં પહોંચ્યા હતા.. અને ત્યાં પહોંચતા દેહવેપારના આ સ્કેમનો પર્દાફાશ થયો હતો.
ચાર યુવતીઓ પૈકી ત્રણ યુવતીઓ થાાઇલેન્ડની હોવાનું સામે આવ્યું છે.. અને આ ત્રણેય બિઝનેસ વિઝા પર ભારત આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ત્રણેય વિદેશી યુવતીઓને મહિને 50 હજાર પગાર આપવામાં આવતો હતો હોવાનું પણ જાણવા મળ્યુ, જ્યારે અન્ય એક યુવતી અમદાવાદની જ રહેવાસી હતી.. જેને મહિને 20 હજાર પગાર આપી સ્પામાં રાખવામાં આવી હતી..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 15 કરોડની છેતરપિંડી, 40થી વધુ લોકોને ચુનો લગાવ્યો, વિદેશ જવા એજન્ટનો સંપર્ક કરનારાઓ માટે ચોંકાવનારો કિસ્સો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.