Exploratory research Generates electricity from bacteria, know how scientists produce
રિસર્ચ /
જબરૂ સંશોધન.... બેક્ટેરિયામાંથી વીજળી પેદા થશે, જાણો કેવી રીતે વૈજ્ઞાનિકોએ ઉત્પન્ન કરી
Team VTV05:40 PM, 25 Feb 20
| Updated: 05:41 PM, 25 Feb 20
સંશોધકોએ એક નવું ઉપકરણ વિકસાવ્યું છે, જે પ્રાકૃતિક બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીનનો ઉપયોગ કરીને હવામાં રહેલા ભેજમાંથી વીજળીનું નિર્માણ કરે છે. વિજ્ઞાનીઓએ તેને અક્ષય ઊર્જાનું વધુ એક સાધન ગણાવ્યું છે, જે સૌર અને પવન ઊર્જાની વિપરીત ઘરની અંદર પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
સંશોધકોએ એક નવું ઉપકરણ વિકસાવ્યું છે
પ્રદૂષણ વગર વીજળી ઉત્પન્ન થશેઃ સ્વચ્છ ઊર્જાનું વધુ એક સાધન
24 કલાક સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરે છે
બેક્ટેરિયા
અત્યંત નાના વિદ્યુત પ્રવાહકીય પ્રોટીન તાર દ્વારા બનાવાયું છે
નેચર જર્નલમાં વર્ણિત ડિવાઇસને એર-જેન કે વાયુ સંચાલિત જનરેટર કહેવાય છે. આ ડિવાઇસને સૂક્ષ્મ જીવ જિઓ બેક્ટર દ્વારા બનાવાયેલા અત્યંત નાના વિદ્યુત પ્રવાહકીય પ્રોટીન તાર દ્વારા બનાવાયું છે. સૂક્ષ્મ જીવ જિઓ બેક્ટરને 30 વર્ષ પહેલાં અમેરિકાની પોટોમેક નદીમાંથી શોધાયું હતું.
અમેરિકાની મેસાચુસેટ્સ યુનિવર્સિટીના સંશોધકો અનુસાર એર-જેન ઇલેક્ટ્રોડને નાના પ્રોટીન તારાઓ એ પ્રકારે જોડે છે કે, તે વાયુમંડળમાં પ્રાકૃતિક રીતે રહેલી જલ બાષ્ફમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ અભ્યાસના સહલેખક જુન યાઓએ જણાવ્યું કે, એર-જેન 24 કલાક સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરે છે.
આ ડિવાઇસ નવીન, ઓછી કિંમતવાળું છે અને પ્રદૂષણ ઉત્પન્ન કરતુ નથી
આ ડિવાઇસ નવીન, ઓછી કિંમતવાળું છે. અને મોટી વાત એ છે કે, તેનાથી કોઇ પણ પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી.
સંશોધકોએ જણાવ્યું કે, આ ડિવાઇસ સહારા રેગિસ્તાન જેવા અત્યંત ઓછી આદ્રતાવાળાં ક્ષેત્રોમાં પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
આ વિધિ સૌર અને પવન ઊર્જાથી પણ બેસ્ટ છે
અક્ષય ઊર્જા ઉત્પન્ન કરવાની આ વિધિ સૌર અને પવન ઊર્જાથી પણ બેસ્ટ છે, કેમ કે તેનો ઉપયોગ ઘરની અંદર પણ થઇ શકે છે. વિજ્ઞાનીઓને આશા છે કે, નાના ઇલેક્ટ્રોનિક્સને વીજળી આપવા માટે આ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે. આ સિસ્ટમને બહોળા પ્રમાણમાં વિકસિત કરવી તે સંશોધકોનું લક્ષ્ય છે.