exploded bomb in indore police force deployed after the two death
BREAKING /
ઈન્દોરમાં થયો બોમ્બ બ્લાસ્ટ, 12 વર્ષીય બાળક સહિત 2ના મોત, 15 લોકો ઘાયલ
Team VTV11:59 AM, 15 Aug 22
| Updated: 12:09 PM, 15 Aug 22
મધ્ય પ્રદેશના ઈન્દોર બે પક્ષ વચ્ચે વિવાદ બાદ બોમ્બ ફોડવાનો મામલો સામે આવ્યો છે.
ઈન્દોરમાં બે પક્ષ વચ્ચે વિવાદ બાદ બોમ્બ ફેંક્યો
સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ગામલોકો એકઠા થયા હતા
ભીડની વચ્ચે બોમ્બ ઝીકાયો, બે લોકોના મોત
મધ્ય પ્રદેશના ઈન્દોર બે પક્ષ વચ્ચે વિવાદ બાદ બોમ્બ ફોડવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 15થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાસ્થળે તણાવ જોતા ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. ઘાયલોની સારવાર માટે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યા છે. ઘટના ઈન્દોરના બડગોંડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બેરછામાં થઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બે પક્ષ વચ્ચે વિવાદ થતાં યુવક ભીડમાં બોમ્બ લઈને આવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બડગોંડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બેરછા ગામમાં કોઈ વાતને લઈને બે પક્ષ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. જે બાદ બંને પક્ષે સામ સામે આવી ગયા હતા. આ દરમિયાન એક યુવકે ઘટના સ્થળે બોમ્બ લઈને આવી પહોંચ્યો. કહેવાય છે, અહીં 15 ઓગસ્ટની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન ગામલોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કહેવાય છે કે, યુવક ભીડની વચ્ચે પહોંચ્યો અને તેણે ત્યાં બોમ્બ ફોડી દીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે બોમ્બ ઘટનાસ્થળે ફાટ્યો, તે બોમ્બ આર્મીની ફાયરિંગ રેંજમાં છોડવામાં આવતો હોવાનું કહેવાય છે. બ્લાસ્ટ એટલો તેજ હતો કે, આજૂબાજૂના ગામમાં પણ ફફડાટ ફેલાયો હતો. ઘટના દરમિયાન બોમ્બ ફેંકનારો યુવક પણ ઝપટમાં આવી ગયો અને તેનું પણ મોત થઈ ગયું હતું.