ડૉ.તેજસ પટેલે જણાવ્યું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે.
યુવાનોમાં હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યું
હાર્ટઅટેક પાછળ કોરોના નથી જવાબદાર
વેક્સિનના કારણે નથી આવતો હાર્ટઅટેક
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટઅટેકના વધતા કેસ પર હાર્ટના એક્સપર્ટ ડૉ.તેજસ પટેલનો ખુલાસો સામે આવ્યો છે.
હાર્ટના એક્સપર્ટ ડૉ.તેજસ પટેલ
'હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું'
હાર્ટના એક્સપર્ટ ડૉ.તેજસ પટેલે જણાવ્યું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે. ડૉ. તેજસે વધુમાં જણાવ્યું કે, લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા. સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે.
'50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે'
ડૉ.તેજસ પટેલે કહ્યું કે, અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે તેમજ યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે તેમજ ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ અને લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ તેમજ 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે અને 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. ડૉ.એ કહ્યું કે, કોરોના બાદ કેસ વધ્યા નથી તેમજ લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ છે અને વેક્સિનના કારણે હાર્ટ એટેક આવતો નથી. છેલ્લા 10-15 વર્ષથી યુવાનોમાં આવા કેસ મળે જ છે.