મગફળી કાંડ મામલે મજૂરોએ કર્યો ખુલાસો, 'માલિકે ધૂળ અને કાંકરાની ભેળસેળ માટે કહ્યું'

By : hiren joshi 11:14 AM, 10 August 2018 | Updated : 11:14 AM, 10 August 2018
રાજકોટઃ જેતપુર અને પેઢલામાં મગફળીમાં ભેળસેળ કૌભાંડ મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે હવે પોલીસ દ્વારા ગોડાઉનનાં શ્રમિકોની પુછપરછ કરતા નવો ખુલાસો થયો છે. ગોડાઉનના શ્રમિકોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, ગોડાઉનના માલિક દ્વારા મગફળીની બોરીઓમાં ધૂળ અને કાંકરાની ભેળસેળ કરવા માટે કહેવામાં આવતુ હતું. જેના ભાગરૂપે આજે મજૂરોને સાથે રાખીને પોલીસ ગોડાઉનની તપાસ કરશે.

મહત્વનુ છે કે, આ મામલે પોલીસ દ્વારા ક્રાંતિ ઓઈલ મીલ અને અલંકાર ટ્રેડર્સના માલિકોની અટકાયત કરવામાં આવી છે. આ ગોડાઉનના માલિકોએ નાની ઘણેજ સહકારી મંડળીમાંથી મગફળીની ખરીદી કરી હતી. ગોડાઉનમાં મગફળીમાં માટી કાંકરા ભેળસેળ કરતા હતા.

કૌભાંડને ક્યાંક દબાવી દેવાનો પ્રયાસ તો નથી થઈ રહ્યો ને ?
રાજ્યમાં થયેલા મગફળી કાંડમાં કડક તપાસ ક્યારે ? મગન ઝાલાવાડિયાની ધરપકડ, કડક પૂછપરછ ક્યારે ? સામાન્ય અધિકારી હોવા છતાં કરોડોની સંપતિનો માલિક ! કૌભાંડના રૂપિયામાંથી ઝાલાવાડિયાએ ખરીદી હોટલ ! અન્ય મોટા માથાએ કેટલું મોટુ કૌભાંડ આચર્યું હશે ? કૌભાંડમાં પૂર્વ મંત્રી ચીમન સાપરિયાનું નામ હોવાની ચર્ચા! ચીમન સાપરિયાની ક્યારે થશે પૂછપરછ ? કડક પૂછપરછમાં પોલીસ શેની જોઈ રહી છે રાહ ?

મગફળી કૌભાંડમાં હજુ પણ કેટલાક મોટા માથાની હોઈ શકે છે સંડોવણી ? ગુજકોટના અન્ય કેટલા અધિકારીઓની કૌભાંડમાં સંડોવણી ? મગફળી કાંડમાં પૂછપરછના અંતે કોઈ નક્કર પરિણામ આવશે કે કેમ ? કૌભાંડને ક્યાંક દબાવી દેવાનો પ્રયાસ તો નથી થઈ રહ્યો ને ? રાજીનામાની રમતથી કેમ ચાલશે? કૌભાંડના મૂળ સુધી તપાસ ક્યારે ? ગુજકોટ,નાફેડ અને સબંધિત મંત્રીઓ સુધી તપાસ ક્યારે? પ્રજાના પૈસાની જવાબદારો પાસેથી વસૂલી થશે?Recent Story

Popular Story