બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 01:44 PM, 30 September 2020
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે સામાન્ય માણસને રાહત આપી છે. સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર (આરસી), પરમિટની પ્રમાણપત્રની માન્યતા વધારી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા અને આરસીની લિમિટ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે.
એન્ફોર્સમેન્ટની કામગીરી દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારી, કર્મચારીઓએ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. વધુમાં, લર્નિંગ લાયસન્સ સંબંધિત 6 માસની સમયમર્યાદા બાદ લર્નિંગ લાયસન્સ ફરી ઇશ્યુકરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત લર્નિંગ લાયસન્સ ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે Carry Forward થશે એમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જેથી હવે પોલીસ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આરસી બુક માંગવાનું ટાળશે. કારણ કે જો તેઓ દંડ કરી શકે તેમ જ નહીં હોય તો આ વસ્તુઓ માંગવાનો કોઈ અર્થ રહેતો નથી. જેથી પોલીસના હાથ પરોક્ષ રીતે કાપી લેવામાં આવ્યા છે. જેથી હવે પોલીસ આ અંગે કોઇ પણ પ્રકારનો વહીવટ કરવાનું ટાળશે. પોલીસ માત્ર ટ્રાફિક નિયમનની કામગીરી જ કરશે. કારણ કે લાયસન્સ નહી હોવા કે આરસી બુક નહી હોવાની સ્થિતિમાં ડિસેમ્બર સુધી સરકાર દ્વારા માફી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.