Expert committee approves first indigenous corona vaccine, DCGI to take final decision on cove vaccine
મંજૂરી /
એક્સપર્ટ કમિટીએ પહેલી સ્વદેશી કોરોના વેક્સિનને આપી મંજૂરી, કોવેક્સિન પર DCGI લેશે આખરી નિર્ણય
Team VTV07:00 PM, 02 Jan 21
| Updated: 07:49 PM, 02 Jan 21
નવા વર્ષના આરંભે કોરોનાને ડામવાના મોરચે સરકાર હવે ગંભીર દેખાઈ રહી છે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દેશને કોવિશિલ્ડ બાદ બીજી અને દેશની પહેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવાકિસનને મંજૂરી માટે એસઇસી પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી છે. આમ એક્સપર્ટ કમિટીએ તેને મંજૂરી આપી છે.
ભારતમાં હવે એકીસાથે આવી શકે છે બે કોરોના રસી
ભારત બાયોટેકની રસી અને સીરમની રસીને ફાઇનલ એપ્રુવલ માટે રેકમેન્ડ કરાઇ
ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત બીજા નંબરનો દેશ છે
મહત્વનું છે કે ભારત હાલમાં દુનિયામાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત દેશોમાં બીજા નંબરનો દેશ છે. અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે, માટે દેશમાં સરકારે નવા વર્ષમાં રસીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવીશિલ્ડ બાદ ભારત બાયોટેકની કોવાકસિનને પણ મંજૂરી માટે રેકમેન્ડ કરવામાં આવી છે. આમ એક્સ્પર્ટ પેનલ દ્વારા હાલમાં ભારતમાં કોરોના વાયરસની સામે બે રસીને મંજૂરી અપાઈ ચૂકી છે.
Expert panel recommends granting permission for restricted emergency use authorisation for Bharat Biotech's indigenously developed COVID-19 vaccine — (Covaxin): Govt Sources
કોરોના મહામારીની સામે બે રસીને મંજૂરી આપનાર ગણ્યાગાંઠયા દેશોની હરોળમાં હવે ભારત સામેલ થઇ ગયું છે. મહત્વનું છે કે બ્રિટનમાં આની પહેલા બે રસી ફાઇઝર અને ઓક્સફોર્ડ અને અમેરિકામાં બે ફાઇઝર અને મોડર્નાની રસીને મંજૂરી મળી ચૂકી છે અને હવે ભારતમાં પણ સીરમની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવાકિસનને મંજૂરી મળી છે જેને ફાઇનલ એપ્રુવલ માટે રેકમેન્ડ કરાઇ છે.
CDSCO recommends for granting permission for restricted use in emergency situation in public interest as abundant precaution,in clinical trial mode,specially in context of mutant strain infection,to Bharat Biotech&for conduct of PhaseIII Clinical Trial Protocol to Cadila:GoI(2/2) https://t.co/kt7nUwWbSb
આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે તેમનું મંત્રાલય રસી મેળવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. તે વિશ્વની વેક્સિન જરૂરીયાતોનો ત્રીજા ભાગ પૂરો પાડે છે. તેમણે કહ્યું હતું કે ICMR અને ભારત બાયોટેકે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે કે જો વેક્સિન સફળ થાય તો ભારત સરકારને સસ્તા દરે રસી પૂરી પાડવા પર પ્રાથમિકતા આપવામાં આવશે. SII સાથે પણ સમાન કરાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કોણ પ્રથમ રસી મેળવશે?
આ પ્રશ્નના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે સૌથી પહેલા વેક્સિન ડોકટરો અને ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. ત્યાર બાદ વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે આ વેક્સિનઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પછી રસીના ઉપલબ્ધ સ્ટોકના આધારે બીજા લોકોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
કોવાકસિન વિશે જાણો
કોવેક્સિન ભારતમાં બની રહેલી કોરોનાની રસીનું નામ છે
ભારતનું સૌથી મોટું પરિક્ષણ કોવેક્સિન માટે થયું છે
ભારત બાયોટેક નામની કંપની આ રસી બનાવી રહી છે
ભારત બાયોટેક નિર્માતા છે અને ભારત સરકારની સંસ્થા ICMR સંશોધન કરે છે
કોવેક્સિનના પહેલા-બીજા તબક્કાના પરીક્ષણ પછી ત્રીજો તબક્કો પણ સફળ રહ્યો છે
ત્રીજા તબક્કામાં રસીનું માનવ પરીક્ષણ એક મહિના પહેલા શરૂ થયું હતું
ત્રીજા તબક્કામાં કુલ 26 હજાર વોલંટિયર્સ પર કોવેક્સીનનું પરીક્ષણ થયું છે
26 હજારમાંથી અમદાવાદમાં 1 હજાર લોકો પર કોવેક્સીનનું પરીક્ષણ થયું
અમદાવાદમાં હાલમાં બીજા ડોઝ માટે 1 હજાર લોકોને રસી અપાઈ રહી છે
26 હજાર લોકોને 28 દિવસમાં 2 વાર રસી આપવાનું કામ ચાલી રહ્યું છે
કંપની અને સંશોધકોને એ જાણ નહોતી કે રસી ક્યા સમૂહને અપાઈ છે
સરકારના ICMR અને NIVના સહયોગથી ભારત બાયોટેક આ રસી બનાવી રહી છે
ભારત બાયોટેકે કોવેક્સિન 60 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે
વોલંટિયરમાં 50 ટકાને કોવેક્સીન અને 50 ટકાને પ્લેસબો અપાયું છે
એટલે કે પ્લેસબો ઓછા અસરવાળી રસી હશે અને કોવેક્સીન વધુ અસરવાળી રસી હશે
બન્ને પ્રકારની રસી આપ્યા પછી દર્દીઓના પરીક્ષણને આધારે રસીની અસરકારકતા નક્કી થશે
કોવેક્સીન બનાવવા માટે ભારત સરકાર સીધી રીતે ભાગીદાર છે
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે
ત્રીજા તબક્કાના સફળ પરીક્ષણ પછી કોવેક્સિન થોડા સમયમાં જ આપણને મળવાની છે
કોવેક્સિનના માનવ પરીક્ષણમાં ગુજરાત પણ ભાગીદાર થઈ રહ્યું છે