Team VTV08:42 PM, 08 Feb 20
| Updated: 12:48 PM, 09 Feb 20
કુપોષણની સમસ્યાને ડામવા માટે રાજ્ય સરકારે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો હોવાની વાત વાયરલ થઈ હતી. જાણો શું હતુ વાયરલ સમાચારમાં? જોકે સરકારે આ અંગે પાછળથી ખુલાસો પણ કર્યો હતો.
કુપોષણ મુદ્દે સરકારનો પ્રયોગ
વિદ્યાર્થીને આપવામાં આવશે 10 મરઘી અને 1 મરઘો
દાહોદના 5 ગામની કરાઇ પસંદગી
આ પ્રયોગ હેઠળ કુપોષિત પરિવારને 10 મરઘી અને એક મરઘો આપવામાં આવશે. કુપોષિત બાળકોને મરઘીના ઇંડાથી પોષણ મળશે તેવી આશાએ આ પ્રયોગ હાથ ધરવાનું વિચારાઇ રહ્યું છે. આ પ્રયોગ હેઠળ દાહોદ જિલ્લાના કુપોષિત પરિવારને કડકનાથ મરઘો અપાશે. દાહોદના પાંચ તાલિકામાં આ પ્રયોગ પ્રાયોગિક ધોરણે શરૂ કરાશે. આવી વાત ખુબ વાયરલ થઈ હતી.
શું છે વાયરલ વાત?
ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં છ મહિનાથી લઇને ત્રણ વર્ષ સુધીના કુલ 6014 બાળકો અતિકુપોષિત અને 12512 બાળકો કુપોષિત છે. આ સંખ્યા સમગ્ર રાજ્યમાં સૌથી વધારે છે. તેના કારણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ વિસ્તારની પસંદગી કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સશક્ત ગુજરાતના નિર્માણના ધ્યેય સાથે સમગ્ર રાજ્યમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો આજે દાહોદથી પ્રારંભ કરાવ્યો અને આ અભિયાનમાં જોડાવા માટે સમાજને આહ્વાન કરતા ભૌતિક વિકાસની જેમ હવે માનવ વિકાસની દિશામાં પણ ગુજરાતને અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી. pic.twitter.com/rqULhOTVFU
નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23મી જાન્યુઆરીએ જ દાહોદથી ગુજરાત પોષણ અભિયાન વર્ષ 2020નો શુભારંભ કરાવ્યો હતો. બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે કેટલાક લોકોએ પાલક વાલી તરીકે અતિકુપોષિત બાળકોને દત્તક પણ લીધા હતા. ત્યારે હવે આ પ્રયોગ કેટલા અંશે સફળ થાય તે જોવું જ રહ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી
પાંચ તાલુકાની કરાઇ પસંદગી
આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા, સિંગવડ, સંજેલી, ફતેપુરા અને ગરબાડા એમ પાંચ તાલુકાની પસંદગી કરવામાં આવેલી છે. આ દરેક તાલુકામાંથી 33-33 બાળકોને રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ પાંચેય તાલુકાના 265 બાળકોને પશુપાલન વિભાગ દ્વારા 10 મરઘી, એક મરઘો,ચણ અને તેમને રાખવા માટે પીંજરૂ આપવામાં આવશે.