બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Exit polls show who the people of which society prefer.

ચૂંટણી 2022 / ભાજપ, કોંગ્રેસ કે AAP ? એક્ઝિટ પોલના સર્વેમાં કયા સમાજે કઈ પાર્ટીને કેટલી પસંદ કરી? જાણો સટીક આંકડા

Dinesh

Last Updated: 11:17 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને જંગી લીડ; OBC સમાજના 57 ટકા લોકો ભાજપને, 22 ટકા કોંગ્રેસને પસંદ કરે છે, ભાજપને ગ્રામીણમાં 45 ટકા અને શહેરી 48 ટકા પસંદ કરે છે

  • તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને જંગી લીડ 
  • ભાજપને 131-151 બેઠકો મળી શકે છે:એક્ઝિટ પોલ
  • OBC સમાજના 57 ટકા લોકો ભાજપને, 22 ટકા કોંગ્રેસને પસંદ કરે 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં ભાજપની ફરી સત્તાનો સિંહાસન સંભાળે તેવું બતાવી રહ્યાં છે. તો બીજી તરફ વિપક્ષનો કારોમો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ગુજરાતની ચૂંટણીના આંકડાઓ સામે આવ્યાં છે. જેમાં ગુજરાતમાં ભાજપને 131-151 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 16-30 અને આમ આદમી પાર્ટીને 9-21 બેઠકો મળવાની શક્યતા વર્તી છે. તમને જણાવી દઈએ કે, ગત વખતે ગુજરાતમાં ભાજપે 99 બેઠકો જીતી હતી.

વિધાનસભા ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે આવવાના છે, પરંતુ પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. જેમાં અહીં 27 વર્ષથી ભાજપની સરકાર છે તે અકબધ રહેશે તેવો આંકડામાં માહિતી આપી છે. એક્સિસ માય ઇન્ડિયાએ ગુજરાતમાં 42156 લોકો સાથે વાત કરીને તારણ કાઢ્યું છે. કોના કોને વોટ મળ્યા છે.

  • કોને કયો પક્ષ પસંદ છે

SC
28 ટકા ભાજપ, 35 ટકા કોંગ્રેસ, 30 ટકા AAP, 07 ટકા અન્ય લોકો પસંદ છે.
ST
33 ટકા ભાજપ, 27 ટકા કોંગ્રેસ, 31 ટકા AAP, 09 ટકા અન્ય લોકોને પસંદ કરે છે.
OBC
57 ટકા ભાજપ, 22 ટકા કોંગ્રેસ, 14 ટકા AAP, 07 ટકા અન્યને પસંદ છે.
ઠાકોર 
ભાજપને 47 ટકા, INC 29 ટકા, AAP 16 ટકા, અન્ય 08 ટકા અન્યને પસંદ કરે છે.
કોળી
ભાજપને 49 ટકા, કોંગ્રેસને 24 ટકા, AAPને 19 ટકા, અન્યને 08 ટકા લોકોએ પસંદ કરે છે.
સવર્ણ
 59 ટકા ભાજપ, 19 ટકા કોંગ્રેસ, 15 ટકા AAP, 07 ટકા અન્ય લોકો ઉપર પસંદગી ઉતારી છે.
મુસ્લિમો 
08 ટકા લોકોએ ભાજપને પસંદ કરે જ્યારે 54 ટકા કોંગ્રેસ અને 30 ટકા AAPને તેમજ 08 ટકા અન્ય લોકોને પસંદ કર્યા છે.
લેવા પટેલ 
BJP 56 ટકા, INC 17 ટકા, AAP 18 ટકા, અન્ય 09 ટકા યોગ્ય ગણાવ્યા છે.
કડવા પટેલ
BJPને 58 ટકા, INC ને 16 ટકા, AAP ને 20 ટકા, અન્ય 06 ટકા લોકોએ પસંદ કરે છે.
અન્ય પટેલ
BJP 53 ટકા, INC 21 ટકા, AAP 18 ટકા, અન્ય 08 ટકા યોગ્ય ગણાવ્યાં છે.

 

  • ગ્રામીણ અને શહેરીમાં કોનું પલડું ભારી

ભાજપને ગ્રામીણમાં 45 ટકા અને શહેરી 48 ટકા પસંદ કરે છે

કોંગ્રેસને ગ્રામીણમાં 27 ટકા, શહેરીમાં 24 ટકા પસંદ કરે છે

AAPને ગ્રામીણમાં 20 ટકા, શહેરી 21 ટકા પસંદ કરે છે  

 અન્યમાં ગ્રામીણમાં 08 ટકા, શહેરી વિસ્તારોમાં 07 ટકા પસંદ કરે છે. 

  • ક્યાં પક્ષને કેટલા ટકા મહિલા અને પુરૂષ મતદારો પસંદ કરે છે

ભાજપ 
48 ટકા સ્ત્રી તેમજ 44 ટકા પુરુષ
કોંગ્રેસ
27 ટકા સ્ત્રી, 25 ટકા પુરૂષ પસંદ કરે છે
AAP
19 ટકા સ્ત્રી, 21 ટકા પુરૂષ મતદારો પસંદ કરે છે
અન્ય
અન્યની વાત કરીએ તો 06 ટકા સ્ત્રી, 10 ટકા પુરૂષને પસમદ કરે છે
             તમને જણાવી દઈએ કે 2012માં બીજેપીએ 115, કોંગ્રેસે 61 અને અન્યને 6 સીટો જીતી હતી. 2017માં ભાજપે 99, કોંગ્રેસને 77+3 AP, અન્યને 3 બેઠકો મળી હતી.

  • કયા પક્ષને કેટલા ટકા વોટ શેયર 

ભાજપને 46 ટકા, કોંગ્રેસને 26 ટકા,  AAPને 20 ટકા અને અન્યને 8 ટકા વોટ મળ્યા છે.

  • કયા વિસ્તારમાં કોનો દબદબો ભારે રહી શકે?

સૌરાષ્ટ્ર અને કચ્છ કુલ 54માંથી ભાજપ પાસે 42, કોંગ્રેસના ફાળે 8, AAP 3 તેમજ અન્યને એક બેઠક મળી શકે છે.
ઉત્તર ગુજરાતની-28 બેઠકમાંથી ભાજપ માટે 17 બેઠકો, કોંગ્રેસને 8, AAPને 2 અને અન્યના ખાતામાં એક બેઠક જઈ શકે છે.
મધ્ય ગુજરાતની  65 બેઠકમાંથી ભાજપને 52, કોંગ્રેસને 5 અને AAPને 7 તેમજ અન્ય એક બેઠક મળી શકે છે.
દક્ષિણ ગુજરાતના એક્ઝિટ પોલ તપાસીએ તો કુલ 35માંથી ભાજપ પાસે 29 જ્યારે કોંગ્રેસના ખાતામાં 2 અને AAPના હાથમાં 3 તેમજ અન્યને એક બેઠક મળી શકે છે.

  • વિસ્તાર પ્રમાણે વોટ શેયર

સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો
ભાજપને 43 ટકા, કોંગ્રેસને 31 તેમજ AAPને 21 ટકા અને અન્યને 5 ટકા વોટ શેયર મળી શકે છે.
ઉત્તર ગુજરાતની 28 બેઠકોના વોટ શેયર
ભાજપને 41 ટકા, કોંગ્રેસને 36 તેમજ AAPને 16 ટકા, અન્યને 7 ટકા વોટ શેર મળી શકે છે.
મધ્ય ગુજરાતની 65 બેઠકો
જેમાં ભાજપને 46 ટકા, કોંગ્રેસને 25 ટકા, AAPને 23 ટકા તેમજ અન્યને 6 ટકા વોટ શેયર મળી શકે છે.
દક્ષિણ ગુજરાતની (35) બેઠકો
દક્ષિણ ગુજરાતની બેઠકોની વાત કરીએ તો એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 49 ટકા, કોંગ્રેસને 23 તેમજ AAPને 23 ટકા તેમજ અન્યને 5 ટકા વોટ શેયર મળી શકે છે.

બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. પાપ્ત માહિતી અનુસાર બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, સૌથી વધારે અંદાજે 68 ટકા મતદાન સાબરકાંઠા નોંધાયો છે તેમજ સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું છે. વિગતે જણાવીએ તો, બનાસકાંઠામાં અંદાજે 66 ટકા, પાટણમાં અંદાજે 61 ટકા અને મહેસાણામાં અંદાજે 62 ટકા તો અરવલ્લીની વાત કરીએ તો ત્યાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં અંદાજે 63 ટકા જ્યારે અમદાવાદમાં અંદાજે 55 ટકા અને આણંદમાં 64 ટકા, ખેડામાં 64 ટકા અને મહિસાગરમાં અંદાજે 59 ટકા જ્યારે પંચમહાલમાં 64 ટકા તેમજ વડોદરામાં અંદાજે 60 ટકા, છોટા ઉદેપુરમાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. તમને જણાવી દઈએ કે આ તમામ આંકડામાં હજુ ફેરફાર થઈ શકે છે અને પહેલા તબક્કામાં 63.71 ટકા મતદાન થયું હતું

 

સંકળાયેલા મુદ્દાઓ

Election Exit Poll 2022 Gujarat Exit Poll 2022 Gujarat election 2022 ચૂંટણી Gujarat Exit Poll 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ