બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Exit Polls Just To Discourage You Priyanka Gandhi To Congress Workers

સંદેશ / પ્રિયંકા ગાંધીની કાર્યકર્તાઓને એગ્ઝિટ પોલ પર ધ્યાન ન આપવા અપીલ

vtvAdmin

Last Updated: 08:11 AM, 21 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા 2019ની ચૂંટણીના મતદાન બાદ મોટાભાગના એગ્ઝિટ પોલમાં કેન્દ્રમાં એનડીએની ફરી સરકાર બનવાના સંકેત આપવામાં આવી રહ્યાં છે. જેને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓના નામજોગ એક સંદેશમાં એગ્ઝિટ પોલ પર ધ્યાન ન આપવા અપિલ કરી છે.

લોકસભાની ચૂંટણી  પુરી થયા બાદ એગ્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે. જેને લઇને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને આહવાન કર્યુ કે તેઓ અફવા અને એગ્ઝિટ પોલ પરના તારણો પર ધ્યાન ના આપે. આ ઉપરાંત તેઓ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્ર પર ધ્યાન રાખે.
 


એક ઓડિયો મેસેજથી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તમે લોકો અફવાઓ અને એગ્ઝિટ પોલથી હિંમત ના હારો. આ અફવાઓ તમારી હિમ્મત તોડવા માટે ફેલાવવામાં આવી રહી છે. આ દરમિયાન તમારી સાવધાની ખૂબ જ મહત્વની છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર ધ્યાન રાખો અને સતર્ક રહો. અમને આશા છે કે અમારી અને તમારી મહેનતનું પરિણામ મળશે. ઉલ્લેખનીય છે કે, એગ્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
 


ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ આવેલા મોટાભાગના બધા પ્રમુખ એક્ઝિટ પોલમાં એનડીએની બહુમત મળી રહ્યું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. એનડીએને 300થી વધારે બેઠકો સાથે એકવાર ફરી કેન્દ્રમાં સરકાર બનાવવા જઇ રહી હોવાના સંકેત એગ્ઝિટ પોલમાં દેવામાં આવ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Exit poll National News Priyanka Gandhi Vadra congress workers Message
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ