Team VTV08:06 PM, 19 May 19
| Updated: 08:10 PM, 19 May 19
લોકસભા ચૂંટણી 2019નું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. આ લોકસભાની ચૂંટણીનું મતદાન કુલ સાત તબક્કામાં યોજાયું હતું. ત્યારે હવે 23 મેનાં રોજ મતદાન ગણતરી યોજાવાની છે જેમાં પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ બાદ નક્કી થશે કે આખરે આ દેશનો તાજ કોના સિરે જવાનો છે.
જો કે હવે એગ્ઝિટ પોલનાં આંકડાઓ પણ રજૂ થઇ ગયાં છે. જેમાં અલગ-અલગ રાજ્યોમાં કોને કેટલી સીટો મળશે તેને લઇને આંકડાઓ રજૂ થઇ ગયા છે. જેમાં એગ્ઝિટ પોલમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ કયા રાજ્યમાં કોણે કેટલી સીટો મળશે એટલે કે ભાજપને બહુમતી મળશે કે કેમ ઉપરાંત કોંગ્રેસને કેટલી સીટો મળવા જઇ રહી છે.
તેમજ શું મોદી સરકાર ફરી વાર સત્તા પર આવશે કે નહીં તે તમામ આ આંકડાઓ મુજબ અનુમાન લગાવી શકાય છે. ત્યારે અહીં નીચે મુજબ આ આંકડાઓ દર્શાવવામાં આવેલ છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં કયા પક્ષને કેટલી સીટો મળશે તે નીચે મુજબ છે.
આ સર્વેમાં ગુજરાતના પણ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ સર્વે અનુસાર ભાજપ આગળ દેખાઇ રહ્યું છે. ત્યારે અંતિમ નિર્ણય તો 23 મે ના રોજ થશે. ત્યારે જાણો શું છે ગુજરાતમાં સર્વેના આંકડાઓ....
ABP - C Voter
ગુજરાતમાં ભાજપને 22 બેઠક, કોંગ્રેસને 4 બેઠક, અન્ય 0 બેઠક
India Today - Axis
ગુજરાતમાં ભાજપને 25-26 બેઠક, કોંગ્રેસને 0-1 બેઠક અને અન્યને 0 બેઠક
Chintamani - 5 Dots
ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠક જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક ન મળે તેવી શક્યતા
મુખ્યમંત્રી રૂપાણીનું એક્ઝિટપોલ બાદ નિવેદન
એક્ઝિટપોલ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં પણ 26માંથી 26 બેઠકો ભાજપને મળશે. NDAને 330થી વધુ બેઠકો મળશે. જોકે તેમણે કહ્યું કે, હું એક્ઝિટ પોલ સાથે સહમત નથી.
રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતાનો પીએમ મોદી પર વિશ્વાસ છે. ગુજરાતઓને નરેન્દ્ર મોદી પર ભરોસો છે. અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી લડ્યા તેનાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે.
રાહુલ ગાંધીના ચૂંટણીપંચ ટ્વીટને લઇને રૂપાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની લીડરશીપ ફેલ છે. કોંગ્રેસમાં રાહુલનું નેતૃત્વ નિષ્ફળ છે. કોંગ્રેસ ચૂંટણી હાર્યા બાદ હારનું ઠીકરુ ઇવીએમ પર ફોડશે. પ.બંગાળમાં ભાજપના 80થી વધુ કાર્યકર્તાઓની હત્યા થઇ છે. બંગાળ જનતા જવાબ આપશે.