બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Exclusive talk with Sabarkantha Range IG Abhay Chudasma on paper leak case

પેપરકાંડ / પેપર ક્યારે અને ક્યાંથી ફૂટ્યું તેનો ખુલાસો મુખ્ય સૂત્રાધાર કરશે : રેન્જ IG અભય ચુડાસમા

Kiran

Last Updated: 02:53 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલે રેન્જ IG અભય ચુડાસમાએ VTV સાથે એક્સક્લુઝીવ વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે 12 ઉમેદવારોએ પેપર ખરીદ્યા હતા, પોલીસ હાલ કેસમાં ગંભીરતાથી તપાસ કરી રહી છે

  • હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલો
  • સાબરકાંઠા રેન્જ IGની VTV સાથે એક્સક્લુઝીવ વાત
  • 12 ઉમેદવારોએ પેપર ખરીદ્યાનો ખુલાસો

હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલે સાબરકાંઠા રેન્જ IG અભય ચુડાસમાએ VTV સાથે એક્સક્લુઝીવ વાત કરી છે. તેઓએ કહ્યું કે પોલીસ હાલ કેસમાં ગંભીરતાથી તપાસ કરી રહી છે. અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. હાલ આરોપીઓ પાસેથી મળેલા ડેટા આધારે ઇન્વેસ્ટીગેશન ચાલું છે. અને કુલ 12 ઉમેદવારોએ પેપર ખરીદ્યા હતા. ત્યારે પેપર ક્યારે અને ક્યાંથી ફૂટ્યું તેનો ખુલાસો મુખ્ય સૂત્રાધાર કરશે. આ મામલે અન્ય રાજ્યોની ગેંગની સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી.

 

ખાનગી પ્રેસમાંથી પેપર લીક થયાની સંભાવના

હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીકકાંડમાં મહત્વની વિગતો સામે આવી છે, ખાનગી પ્રેસમાં પેપર છપાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ખાનગી પ્રેસમાંથી પેપર લીક થયાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. પેપર અન્ય રાજ્યની ખાનગી પ્રેસમાં પેપર છપાયું કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે, પોલીસ દ્વારા પ્રેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાશે. મહત્વનું છે કે બિન સચિવાલય પરીક્ષાનું લીક થયેલું પેપર પણ ખાનગી પ્રેસમાં છપાયું હતું ત્યારે બિન સચિવાયલની પેપર લીકની મોડસ ઓપરેન્ડીની થિયરી પર પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય રાજ્યના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Abhay Chudasma Exclusive talk Sabarkantha Range IG paper leak case અભય ચુડાસમા પેપરકાંડ પેપરલીક કેસ રેન્જ આજી હેડક્લાર્ક paper leak case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ