ભારત બાયોટેકે તેમની નોઝલ રસીને બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેને લઈને આજે બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
બૂસ્ટર ડોઝ તેમને આપવામાં આવશે જેમણે પહેલા રસી લીધી છે
બૂસ્ટર ડોઝને લઈને બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે
WHOએ આપી હતી બૂસ્ટર ડોઝની સલાહ
બૂસ્ટર ડોઝને લઈને બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધતા ખતરાની વચ્ચે ભારત બાયોટેકની નોઝલ રસી પર મોટો નિર્ણય લેવાઈ શકે છે. હકિકતમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ્સ કમિટીએ આ મુદ્દા પર મોટી બેઠક થવાની છે. બેઠકમાં SEC વિચાર કરે કે શું ભારત બાયોટેકની નોઝલ રસીને બૂસ્ટર ડોઝ માટે તૈયાર કરી શકાય છે. એક મીડિયાને મળતી માહિતી મુજબ ભારત બાયોટેકે તેમની નોઝલ રસીને બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ બૂસ્ટર ડોઝ તેમને આપવામાં આવશે જેમણે પહેલો કોવિશીલ્ડ અથવા ફરી કોવેક્સીનની રસી લઈ રાખી છે.
નોજલ રસીના બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ આપ્યો
સૂત્રોના જણાવ્યાનુંસાર SECની બેઠક મંગળવારે બપોરે થઈ શકે છે. હકિકતમાં પોતાની અરજીમાં ભારત બાયોટેકે પોતાની નોજલ રસી BBV154ને પહેલાથી વેક્સિનેટેડ લોકોમાં બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. ભારત બાયોટેકનું લક્ષ્ય છે કે રસીના ક્લીનિકલ ટ્રાયલ ઢાઈ હજાર એવા લોકો પર કરવામાં આવશે. જેમણે કોવિશીલ્ડ લીધી છે અને ઢાઈ હજાર એવા લોકો પર કરવામાં આવશે જેમને પહેલા કોવૈક્સીન લઈ રાખી છે.
બાળકોમાં સુરક્ષિત ગણાવી હતી રસી
આની પહેલા ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે જાહેરાત કરી હતી કે તેમના દ્વારા નિર્મિત કોવૈક્સિન, આના પૂર્ણ વિષાણુ નિષ્ક્રિય કોવિડ 19 રસી કેન્ડીડેટે આ સાબિત કર્યું છે કે આ તે બાળક ચિકિત્સા વિષયોમાં સુરક્ષિત, સારી રીતે સહન કરવા યોગ્ય અને ઈમ્યુનોજેનિક છે. આ માટે બીજીા અને ત્રીજા ચરણનું અધ્યયન કરવામાં આવ્યું હતુ. રસીના નિર્માતાની એક પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યું હતુ કે ભારત બાયોટેકે 2-18 વર્ષ વર્ગના સ્વસ્થ્ય બાળકો અને કિશોરોમાં કોવેક્સિનની સુરક્ષા પ્રતિક્રિયાત્મક્તા અને ઈમ્યુનોજેનેસિટીનું મૂલ્યાંકન કર્યુ હતુ. એવું કરવા માટે બીજા અને ત્રીજા ફેસમાં ઓપન લેબલ અને બહુ કેન્દ્ર અધ્યયન આયોજિત કર્યા હતા.
WHOએ આપી હતી બૂસ્ટર ડોઝની સલાહ
ડિસેમ્બર મહિનાની શરુઆતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રસીકરણ પર વિશેષજ્ઞોના રણનીતિક સલાહકાર સમૂહે કહ્યુ હતુ કે જે લોકો પ્રતિરક્ષાવિહીન છે અથવા જેમને એક નિષ્ક્રિય કોવિડ 19 રસી પ્રાપ્ત થઈ છે. તેમને એન્ટીબોડીઝમાં ઘટાડો અને નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે વધતા કોવિડ 19 મામલાને ધ્યાનમાં રાખી સુરક્ષા માટે બૂસ્ટર શોટ્સ લેવા જોઈએ.