બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રવિન્દ્ર જાડેજા-ઋષભ પંત વચ્ચે ટક્કર! એકબીજાને હરાવવા મેદાનમાં ઉતરશે
Last Updated: 06:40 PM, 19 January 2025
18 જાન્યુઆરીએ BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. જેમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાને પણ સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 20મી ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે કરશે. રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં 23 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે મેચ રમાશે.
ADVERTISEMENT
પંત દિલ્હી તરફથી રમશે જ્યારે જાડેજા સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા જાન્યુઆરી 2023 બાદ રણજી ટ્રોફીનો ભાગ બન્યો છે. જાડેજા 23મી જાન્યુઆરીથી દિલ્હી સામે રણજી મેચ રમવા માટે તૈયાર છે. જાડેજાએ આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જ સ્થાન ન મળ્યું, સુરેશ રૈનાને થયો અફસોસ
રવિવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું, 'જાડેજા આજે ટ્રેનિંગ માટે આવ્યો છે અને તે આગામી મેચ રમવા માંટે આતુર છે.' વિરાટ કોહલી પણ દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમતો જોવા મળ્યો હતો પરંતુ ઈજાના કારણે તે આગળની મેચ રમી શકશે નહીં.
જ્યારે મુંબઈ તરફથી રોહિત શર્મા રમતો જોવા મળશે. તે જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં દેખાશે. તેના સિવાય ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ પણ આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ધૂમ મચાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.