બે પગથી વિકલાંગ અશક્ત પૂર્વ નેપાળી સૈનિકે કમાલ કરી દીધો છે. આ સૈનિકે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચી દીધો છે.
અશક્ત પૂર્વ નેપાળી સૈનિકે કમાલ કરી દીધો
જંગ લડવા દરમિયાન બે પગ ગુમાવી દીધા
માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચી દીધો
બે પગથી વિકલાંગ અશક્ત પૂર્વ નેપાળી સૈનિકે કમાલ કરી દીધો છે. પૂર્વ બ્રિટીશ ગોરખા સૈનિકે વર્ષ 2010માં અફઘાનિસ્તાનમાં જંગ લડવા દરમિયાન બે પગ ગુમાવી દીધા હતા અને આ સૈનિકે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સૈનિક કૃત્રિમ પગથી પર્વતની ચોટી પર પહોંચનાર પહેલા વ્યક્તિ બની ગયા છે. એક અધિકારીએ શનિવારે આ બાબતે જાણકારી આપી હતી.
43 વર્ષીય હરિ બુધમાગરે શુક્રવારે બપોરે 8848.86 મીટરનો ઉંચો પર્વત સર કર્યો છે. પર્યાવરણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે, ‘બંને પગથી અશક્ત પૂર્વ સૈનિક હરિ બુધમાગરે શુક્રવારે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચી દીધો છે. આ શ્રેણીમાં વિશ્વનો સૌથી ઊંચો પર્વત સર કરનાર પહેલા વ્યક્તિ છે.’
Update from Hari’s Team Off the Mountain – Just an update to say that earlier this week Hari and team went back up the mountain and today went from camp 2 to camp 3 successfully and will make the push for the summit over the coming days, weather and conditions dependant.
— Hari Budha Magar (@Hari_BudhaMagar) May 17, 2023
અધિકારીઓ અનુસાર બુધમાગરે વર્ષ 2010માં અફઘાનિસ્તાન યુદ્ધમાં બ્રિટીશ ગોરખાના એક સૈનિક તરીકે બ્રિટન સરકાર માટે લડવા દરમિયાન બંને પગ ગુમાવી દીધા હતા. વર્ષ 2018માં માઉન્ટ એવરેસ્ટને સર કરવાની યોજના સ્થગિત કરી દીધી હતી. તે સમયે સરકારે એક પર્વતારોહણ વિનિયમન રજૂ કર્યું હતું, જેમાં વર્ષ 2017માં એવરેસ્ટ સહિત પહાડો પર નેત્રહીન, ડબલ-એમ્પ્યૂટી અને એકસ પર્વતારોહિઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
ત્યાર પછી આ પ્રતિબંધ સામે એક રિટ અરજી દાખલ કરી હતી. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં એક આદેશ જાહેર કરીને આ નિયમ હટાવી દીધો હતો. જેથી બુદ્ધાનગરનો ઈતિહાસ રચવાનો માર્ગ પ્રશસ્ત થયો હતો. રવિવારના રોજ પાંચ વિદેશી માઉન્ટ એવરેસ્ટની ચોટી પર ચઢ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નેપાળે આ વસંતમાં માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે રેકોર્ડ 466 પરમિટ જાહેર કરી છે. વિશ્વની 10 સૌથી ઉચ્ચ ચોટીઓ નેપાળમાં છે.