બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બ્યૂટી ક્વીન પત્નીના ટુકડાં કર્યાં, બ્લેન્ડરમાં નાખીને પીસી નાખ્યાં, પતિનું ખૌફનાક કારનામું
Last Updated: 04:28 PM, 13 September 2024
'લાશના ટુકડાં કરીને ગ્રાઉન્ડરમાં પીસી નાખીને નિકાલ' કરવા જેવી ભારતમાં અગાઉ બનેલી ભયાનક ઘટના ફરી વાર દોહરાઈ છે. અગાઉના કિસ્સાની ઉલટ રીતે આ વખતે એક પતિએ તેની પત્નીની ઘાતકી હત્યા કરીને તેની લાશના ટુકડાં કર્યાં હતા પછી તેને બ્લેન્ડરમાં નાખીને પીસી નાખ્યાં હતા અને આ રીતે તેણે લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે ઝડપાઈ ગયો હતો.
ADVERTISEMENT
મિસ સ્વિત્ઝરલેન્ડ ફાઈનલિસ્ટની ઘાતકી હત્યા
સ્વિત્ઝરલેન્ડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભૂતપૂર્વ મોડલ અને મિસ સ્વિત્ઝરલૅન્ડ ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિકની તેના પતિ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યાને છુપાવવા માટે, તેણે ક્રિસ્ટીનાના શરીરને ધારદાર છરી અને કાતરથી કાપીને ટુકડાં કરી નાખ્યાં હતા અને વધારે નાના ટુકડા કરવા માટે બ્લેન્ડરનો પણ ઉપયોગ કર્યો હતો. તેણે ઘણા ટુકડાને ઓગળવા માટે કેમિકલ સોલ્યુશનનો પણ ઉપયોગ કર્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવા ભયાનક મર્ડરનો ખુલાસો થયો છે. પત્નીની ઘાતકી હત્યા કરનાર શખ્સનું નામ થોમસ છે.
ADVERTISEMENT
કોણ હતી ક્રિસ્ટીના?
ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટીના અગાઉ મિસ નોર્થવેસ્ટ સ્વિત્ઝરલેન્ડ બની હતી. 2007માં તે મિસ સ્વિટ્ઝર્લેન્ડની ફાઇનલમાં પહોંચી હતી. ક્રિસ્ટીના પહેલા મોડલ હતી. બાદમાં તેણીએ કેટવોક કોચ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. ક્રિસ્ટીનાની ડેડબોડી સ્વિત્ઝરલેન્ડના બેસલ બિનીંગેનમાંથી મળી આવી હતી. આ પછી પોલીસે તેના 41 વર્ષીય પતિની ધરપકડ કરી હતી જેણે હત્યાની કબૂલાત કરી હતી.
સ્વબચાવમાં હત્યાની પતિની કબૂલાત
થોમસે પહેલા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે પત્ની તેને મરેલી હાલતમાં મળી હતી. ત્યાર બાદ ડરના મર્યાં તેના શરીરને વિકૃત કરી નાખ્યું હતું પરંતુ પછી સ્વબચાવમાં તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
કેવી રીતે કરી હત્યા?
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ડૉક્ટરોએ કહ્યું કે ક્રિસ્ટીનાના મૃત્યુનું કારણ ગળું દબાવવાથી થયું હતું. સ્વિટ્ઝર્લેન્ડની ફેડરલ કોર્ટે બુધવારે તેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે થોમસને માનસિક બીમારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.