Ex-DyCM's serious allegation, "Conspiracy is going to break our legislators by calling them from jail"
આક્ષેપ /
Ex DyCMનો ગંભીર આરોપ કહ્યું,"જેલમાંથી અમારા ધારાસભ્યોને ફોન કરી તોડવાનું થઈ રહ્યું છે કાવતરું"
Team VTV10:24 PM, 24 Nov 20
| Updated: 10:49 PM, 24 Nov 20
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ RJD અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ જેલમાં બેસીને NDA ધારાસભ્યોને ફોન કરીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે કહ્યું હતું કે આ ધારાસભ્યોને મહાગઠબંધનમાં સામેલ કરવાનો લાલુ યાદવ પ્રયાસ કરી રહ્યા છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનો આ આરોપ ખૂબ જ ચોંકાવનારો છે કેમ કે બિહાર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બુધવારે થવાની છે. NDA કેમ્પમાંથી ભાજપના ધારાસભ્ય વિજયકુમાર સિંહા અને મહાગઠબંધનમાંથી RJD ના ધારાસભ્ય અવધ બિહારી સિંહ સ્પીકર પદ માટે હાલ મેદાનમાં છે.
Lalu Yadav making telephone call (8051216302) from Ranchi to NDA MLAs & promising ministerial berths. When I telephoned, Lalu directly picked up.I said don’t do these dirty tricks from jail, you will not succeed. @News18Bihar@ABPNews@ANI@ZeeBiharNews
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ વિશે મોટો ખુલાસો કર્યો છે. સુશીલ મોદીએ આરોપ લગાવ્યો છે કે, રાંચીમાં જેલની સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ સતત મોબાઈલ ફોન દ્વારા NDA ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે અને તેઓને મહાગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવ ચારા ઘોટાલા કેસમાં જેલમાં છે અને હાલ રિમ્સ હોસ્પિટલના કેલી બંગલામાં રહે છે.
સુશીલ કુમાર મોદી એ આરોપ લગાવ્યો છે કે લાલુ મોબાઈલ નંબર 805121 6302 દ્વારા NDA ના ધારાસભ્યો તેમને મહાગઠબંધનમાં જોડાવાના બદલામાં પ્રધાન બનવાની લાલચ આપી રહ્યા છે.
લાલુ પ્રસાદ યાદવે જાતે જ ફોન ઉપાડ્યો
ટ્વીટ પર આ અંગેની જાણકારી આપતાં સુશીલ મોદીએ કહ્યું કે જ્યારે તેમણે આ મોબાઈલ નંબર પર ફોન કર્યો ત્યારે લાલુ પ્રસાદ યાદવે જાતે જ ફોન ઉપાડ્યો. આ પછી, સુશીલ મોદીએ લાલુને ફોન પર પૂછ્યું કે તેઓ જેલની અંદર બેસીને NDA ને તોડવા આવા કાવતરા ન કરે કેમ કે તેઓ તેમાં સફળ નહીં થાય.
સુશીલ કુમાર મોદી નો આ ઘટસ્ફોટ ખૂબ જ સનસનાટીભર્યો છે કારણ કે બિહાર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બુધવારે થવાની છે. NDA ગઠબંધનમાંથી ભાજપના ધારાસભ્ય વિજયકુમાર સિંહા અને મહાગઠબંધનમાંથી RJD ના ધારાસભ્ય અવધ બિહારી સિંહ સ્પીકર પદ માટે મેદાનમાં છે.
બુધવારે વિધાનસભા અધ્યક્ષ પદ માટેની ચૂંટણી નિશ્ચિત છે તેવી સંભાવનાઓ છે અને આવી સ્થિતિમાં લાલુ પ્રસાદ દ્વારા NDA ના ધારાસભ્યોને તોડવાનું કાવતરું કરવાનો આરોપ ખૂબ ગંભીર છે.