Ex-Bengal CM Buddhadeb Bhattacharjee rejects Padma Bhushan award
પ્રજાસત્તાક દિવસ /
મારે પદ્ય ભૂષણ નથી લેવો, મળશે તો પાછો આપી દઈશ, પુરસ્કાર ઠુકરાવ્યો આ હસ્તીએ, આપ્યું આ કારણ
Team VTV10:28 PM, 25 Jan 22
| Updated: 10:33 PM, 25 Jan 22
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને CPI નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર પદ્ય ભૂષણ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરી દીધો છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્યે પદ્ય ભૂષણ પુરસ્કાર લેવાનો કર્યો ઈન્કાર
કહ્યું, મને કોઈકે જાણ કરી નથી
બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને CPI નેતા છે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય
કેન્દ્ર સરકારે આજે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે, પદ્ય ભૂષણની કેટેગરીમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને CPI નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નામ સામેલ છે જોકે તેમણે આ પદ્મ ભૂષણ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરી દીધો છે.
#UPDATE | In a statement, former West Bengal CM Buddhadeb Bhattacharjee says he will not accept the Padma Bhushan award https://t.co/YiEYyxTNGH
પદ્મ પુરસ્કારની યાદીમાં પોતાનું નામ જાહેર થયા બાદ એક નિવેદન જારી કરતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યે કહ્યું કે તેઓ પદ્મ ભૂષણ પુરસ્કાર નહીં સ્વીકારે. તેમણે કહ્યું કે હું પદ્મ ભૂષણ અંગે કંઈ જાણતો નથી. મને આ અંગે કોઈકે કંઈ કહ્યું નથી. તેથી જો કોઈ મને પુરસ્કાર આપશે તો હું તે પાછો આપી દઈશ.
128 પદ્મ પુરસ્કાર પ્રાપ્ત હસ્તીઓમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યનુ નામ
કેન્દ્ર સરકાર દ્વારા જે 128 પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે તેમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નામ પણ સામેલ છે જોકે હવે તેમણે આ પુરસ્કાર સ્વીકારવાની સ્પસ્ટ ના પાડી દીધી છે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર, CDS બિપિન રાવત અને યુપી પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને પણ મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત થશે.
Govt announces Padma Awards 2022
CDS Gen Bipin Rawat to get Padma Vibhushan (posthumous), Congress leader Ghulam Nabi Azad to be conferred with Padma Bhushan pic.twitter.com/Qafo6yiDy5
ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ
આ વખતે કેન્દ્ર સરકારે ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપ્યો છે જેમાં પ્રભા આત્રે (આર્ટ), રાધેશ્યામ ખેમકા (સાહિત્ય) જનરલ બિપિન રાવત (સિવિલ સર્વિસ) અને કલ્યાણસિંહ (જાહેર બાબતો) સામેલ છે.
17 હસ્તીઓને પદ્મ ભૂષણ
કેન્દ્ર સરકારે 17 લોકોને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવાનું એલાન કર્યું છે જેમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, સાયરસ પુનાવાલા સહિતના બીજા લોકો સામેલ છે.
107 લોકોને પદ્મશ્રી
આ ઉપરાંત 107 લોકો માટે પણ પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. કેટેગરીમાં 128 પુરસ્કાર
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એમ 3 કેટેગરી માટે કુલ 128 લોકોના નામની જાહેરાત કરવામા આવી છે.