બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 11:08 AM, 26 September 2021
ADVERTISEMENT
કેટલાક નિયમો, ઉપાયો અને ટિપ્સ દ્વારા તમે સરળતાથી વજન અને ચરબી ઓછી કરી શકો છો. તેના માટે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તો ચાલો જાણી લો વજન ઉતારવાની બેસ્ટ ટિપ્સ અને ટ્રિક્સ.
ADVERTISEMENT
આ ઉપાયથી કરો શરૂઆત
સવારે સૌથી પહેલાં વહેલાં ઉઠવાનું શરૂ કરો. ઉઠો એટલે બ્રશ કરીને 2 ગ્લાસ નવશેકું પાણી પીવો અને પછી અડધો કપ સંતરાના જ્યૂસમાં 1 ચમચી ઈસબગુલ મિક્સ કરીને પીવો. આ નિયમ રોજ સવારે અપનાવો. પછી એક્સરસાઈઝ કરો અથવા વોક પર જાઓ. શરૂઆતમાં ભલે તમે એક્સરસાઈઝ ઓછી કરો પણ પછી તેનો સમય વધારી દો. એક્સરસાઈઝ પહેલાં વાર્મઅપ પણ અવશ્ય કરવું.
એક્સરસાઈઝ કરીને આવ્યા બાદ એક કપ ગરમ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આ સિવાય ચિયા સીડ્સને સહેજ શેકીને તેને પીસીને દૂધ અથવા દહીંમાં મિક્સ કરીને પણ લઈ શકો છો. આનાથી પણ ફટાફટ વજન ઉતરશે.
નાસ્તામાં વધારો પ્રોટીનની માત્રા
ડાયટમાં દિવસમાં 2વાર ગ્રીન ટી અથવા બ્લેક કોફી પીવો. બ્રેકફાસ્ટમાં ઈંડા અથવા પનીર ખાઓ. નાસ્તામાં પ્રોટીનની માત્રા વધારવી. ખાસ કરીને ઓટ્સ અને મૂસળી નાસ્તામાં સામેલ કરો. સવારે નાસ્તામાં દૂધની જગ્યાએ દહીંનો ઉપયોગ કરો. ભોજન કર્યાના 1 કલાક પહેલાં અને 1 કલાક પછી પાણી પીવો. બોજન કર્યાના તરત બાદ બેસવું નહીં, થોડી વોક કરો, કારણ કે ભોજન કરતી વખતે તમે જે એક્સ્ટ્રા કેલરી ઈનટેક કરી હશે તે વોક કરવાથી બર્ન થઈ જશે.
આ રીતે કરો બોડીને ડિટોક્સ
બોડીને ડિટોક્સ કરવા માટે અને વેટ લોસ માટે નારિયેળ પાણી, સંતરાનો જ્યૂસ, એલોવેરા અને આમળાનો જ્યૂસ મિક્સ કરીને પીવો. સલાડમાં ગાજર, કાકડી અને મૂળા વધુ ખાઓ. રાતે સૂવાના 2 કલાક પહેલાં જમી લેવું અને જમીને વોક પણ કરવી. આ સરળ અને સામાન્ય ટિપ્સ અપનાવીને અને નાના-નાના ફેરફાર કરીને તમે 15 દિવસમાં 3 કિલો સુધી વજન ઘટાડી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.