બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દર વર્ષે 50000થી વધારે મહિલા બને છે બ્રેસ્ટ કેન્સરનો શિકાર, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ

આરોગ્ય / દર વર્ષે 50000થી વધારે મહિલા બને છે બ્રેસ્ટ કેન્સરનો શિકાર, આ લક્ષણોને ન કરો નજરઅંદાજ

Last Updated: 10:53 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેચર જર્નલમાં પબ્લીશ એક રિસર્ચ અનુસાર ભારતમાં દર વર્ષે 50 હજારથી વધારે મહિલા બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની જાય છે.

નેચર જર્નલમાં પબ્લીશ એક રિસર્ચ અનુસાર ભારતમાં દર વર્ષે 50 હજારથી વધારે મહિલા બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની જાય છે. દર્દી મહિલાઓની સંખ્યા આ દશકમાં  દર વર્ષે 50,000 વધવાનું અનુમાન છે. વાર્ષિક સરેરાશ 19.55 બિલિયન ડોલરનો આર્થિક બોજ પડવાની ધારણા છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) ડેટાબેઝમાંથી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને ભૂતકાળના પેટર્ન અને વધઘટને સમાયોજિત કરતી વખતે ભવિષ્યના વલણોની આગાહી કરવા માટે એક આંકડાકીય મોડેલ (ARIMA) લાગુ કરવામાં આવ્યું હતું.

Breast-Cancer

વર્ષ 2019માં ત્રીપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરના કેસ સતત વધ્યા છે. આનો સારવાર ખર્ચ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 18 લાખ સુધી થઈ શકે છે. દેશમાં છેલ્લા ત્રણ વર્ષથી કેન્સરના મામલા સતત વધી રહ્યા છે. આ માહિતી હેલ્થ મિનિસ્ટ્રીએ સાંસદમાં એક સવાલના જવાબમાં આપી છે.

મામલા વધવાનું જણાવ્યું આ કારણ

હેલ્થ મિનિસ્ટ્રીએ ICMR ને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું કારણ પહેલા કરતા વધુ પરીક્ષણ, સારી પરીક્ષણ સુવિધાઓ, નવી ટેકનોલોજી અને લોકોમાં જાગૃતિ જેવા ઘણા પરિબળો છે.

બ્રેસ્ટ કેન્સરના શરૂઆતી લક્ષણો

નિપ્પલમાં બળતરા

આમ તો નિપ્પલમાં બળતરાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ નિપ્પલમાં બળતરા થવી બ્રેસ્ટ કેન્સરનું પણ લક્ષણ હોઈ શકે છે. ત્યારે નિપ્પલનું પાછું ખેંચવું, નિપ્પલ પર ખંજવાળ અને લાલ ફોલ્લીઓ પણ બ્રેસ્ટ કેન્સરના સામાન્ય લક્ષણો હોઈ શકે છે.

PROMOTIONAL 12

બ્રેસ્ટ પર ગાંઠ

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, બ્રેસ્ટ કેન્સરની શરૂઆત સ્તન પર ગાંઠ બનવાથી થાય છે. એટલા માટે જો તમને બ્રેસ્ટ પર ગાંઠ લાગે છે તો ઝડપથી ડોક્ટરનો સંપર્ક કરવો.

બ્રેસ્ટની સાઇઝ બદલાવી

જો સ્તનમાં અચાનકથી બદલાવ જોવા મળે તો આ બ્રેસ્ટ કેન્સરનો સંકેત હોઈ શકે છે. બ્રેસ્ટ ચપટું થવું, સાઇઝમાં અસમાનતા, સ્તનની સાઇઝ ઘટાવી એ પણ સ્તન કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.  

વધુ વાંચો:લીવર કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ, નવી દવાથી ઓપરેશન વગર ટયૂમર ગ્રોથ અટકશે

બ્રેસ્ટ દુખાવો કે અડવા પર વિચિત્ર લાગવું

બ્રેસ્ટ યાદવ પર દુખાવો થવો કે થોડું વિચિત્ર લાગી રહયું છે તો આ બ્રેસ્ટ કેન્સરના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. એટલા માટે મોડું કર્યા વિના ડોક્ટરની મુલાકાત લેવી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

breast cancer symptoms breast cancer health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ