બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Every year, 2.5 lakh crore rupees worth of liquor is sold in the country, strong beer is the favorite of Indians.

ના હોય! / વર્ષે દાડે દેશમાં ઢીંચાય છે 2.5 લાખ કરોડ રૂપિયાનો દારૂ, સ્ટ્રોંગ બીયર તો ભારતીયોની ફેવરિટ

ParthB

Last Updated: 01:14 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં અત્યારે ગુજરાતનો લઠ્ઠાકાંડનો વિષય ભારે ચર્ચાઈ રહ્યો છે. ત્યારે એક સર્વે મુજબ દેશમાં દર વર્ષે 2.5 લાખ કરોડનો દારૂ પીવાય છે

  • દેશની 33% વસ્તી આલ્કોહોલિક છે
  • દેશમાં દર વર્ષે રૂ. 2.50 લાખ કરોડથી વધુનો દારૂ પીવાય 
  • ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ સૌથી વધુ

ગુજરાતના બોટાદનો લઠ્ઠાકાંડ અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધી 40 થી વધુ  લોકોના મોત થયા છે. ત્યારે એક સર્વે મુજબ દેશમાં દર વર્ષે રૂ. 2.50 લાખ કરોડથી વધુનો દારૂ પીવાય છે. આ રિપોર્ટના અંદાજ અનુસાર ભારતમાં વ્યક્તિદીઠ દારૂની ખપત 3 લિટર જેવી છે અને 2025 સુધીમાં તે સાડા ત્રણ લિટર સુધી થઈ જવાની ધારણા છે.

દેશની 33% વસ્તી આલ્કોહોલિક છે

એક સર્વે મુજબ સમગ્ર વિશ્વમાં ચીન અને રશિયા બાદ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું આલ્કોહોલ માર્કેટ છે. માર્ચ 2021 સુધીમાં દેશની 33% વસ્તી દારૂનું સેવન કરે છે. જે વર્ષ 2025 સુધીમાં આ ટકાવારી વધીને 39% થઈ જવાની સંભાવાના છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આગામી ત્રણ વર્ષમાં દેશમાં આલ્કોહોલિક પીણાંનું માર્કેટ વધીને રૂ. 3.50 લાખ કરોડ થઈ જવાનું અનુમાન છે.

ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ સૌથી વધુ

સર્વેમાં જણાવ્યા મુજબ હાલમાં ભારતમાં બનતા વિદેશી દારૂનું વેચાણ સૌથી વધુ 35%ની આસ-પાસ છે જ્યારે બીયરનું વેચાણ 33% ઉપર છે. જેમાં કેટેગરી વાઇઝ જોઈએ તો વાઇન 1%થી પણ ઓછી વેચાય છે. લોકલ ફ્લેવરના આધારે બનતા દેશી દારૂનું વેચાણ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં વધારે થાય છે.

દેશમાં સૌથી વધુ વ્હિસ્કી પસંદ કરવામાં આવે છે 

વિદેશી દારૂ અથવા ભારતમાં બનતા વિદેશી દારૂની અલગ અલગ ફ્લેવરના વેચાણ શેર જોઈએ તો ભારતમાં વ્હિસ્કીનું વેચાણ સૌથી વધુ છે. આ કેટેગરીમાં કુલ વેચાણમાં વ્હિસ્કીનો માર્કેટ શેર 55% છે. ત્યારબાદ 23% રમ અને 16% બ્રાન્ડીનું વેચાણ થાય છે. બીજી તરફ જ્યાં વિશ્વમાં વૉડકા અને જીન જેવા વ્હાઇટ સ્પિરિટની બોલબાલા છે, ભારતમાં આનો શેર માત્ર 6% જેટલો છે.

લોકોને સ્ટ્રોંગ બીયર પીવાનું સૌથી વધુ ગમે છે 

છેલ્લા 20 વર્ષ દરમિયાન ભારતીયોમાં બીયર સૌથી વધુ પ્રચલિત આલ્કોહોલિક પીણું બન્યું છે. ભારતમાં બિયરનું જે વેચાણ છે તેમાં 85% માર્કેટ સ્ટ્રોંગ બીયરનું છે. જ્યારે માઈલ્ડ કે લાઇટ બીયરનું માર્કેટ માત્ર 15% છે. ઓવરઓલ આલ્કોહોલ માર્કેટમાં બીયર કેટેગરીનો શેર માત્ર 10% જ છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે પ્રીમિયમ બીયરનું માર્કેટ 25%ના દરે વધી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ