બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Every Indian trapped in Afghanistan will be brought back

અફઘાનિસ્તાન / કાબુલથી ગુજરાત પહોંચેલા ભારતીય રાજદૂતનું મોટું નિવેદન, આટલું થઈ જાય પછી દરેકને પાછા લઈ આવીશું

Ronak

Last Updated: 03:49 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાબુલથી પરત ફરેલા ભારતીય રાજદૂતે માહિતી આપી છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા દરેક ભારતીય નાગરીકને કાબુલ એરપોર્ટ ખુલતાજ એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં પરત લાવવામાં આવશે.

  • અફઘાનમાં ફસાયેલા દરેક ભારતીયોને પરત લાવવામાં આવશે 
  • અફઘાનતી પરત ફરેલા રાજદૂતે આપી મોટી માહિતી 
  • કાબુલ એરપોર્ટ ખુલતાજ દરેક ભારતીયોને પરત લાવવામાં આવશે 

તાલિબાનના આંતકથી મુક્ત થઈને દેશમાં પહોચેલા ભારતીય રાજદૂતે કહ્યું કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતી ઝડપથી દબલાઈ રહી છે. આજે વાયુસેનાનું C-17 વિમાન કાબુલથી ગુજરાતમાં જામનગર ખાતે લેન્ડ થયું. જેમાં અઘફાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવ્યા હતા. આ પ્લેનમાં ભારતીય રાજદૂત રવેન્દ્ર ટંડન પણ હતા. 

અફઘાનમાં પરિસ્થિતી ઝડપથી બદલાઈ રહી છે 

મીડિયા સાથે વાતચીત કરતા રવિન્દ્ર ટંડને કહ્યું કે એવુ નથી કે અમે અફઘાનિસ્તાનમાં ભારતીયોને તેમના હાલ છોડી દીધા છે. તેમની સુરક્ષા અમારી જવાબદારી છે. વધુંમાં તેમણે કહ્યું કે અમે સતત તે લોકોના સંપર્કમાં છે. સાથેજ તેમંણે કહ્યું કે વધારે ન બોલી શકું પરંતુ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતી ઝડપથી બદલાઈ રહી છે. 

એરપોર્ટ ખુલતાજ ફસાયેલા લોકોને પરત લાવવામાં આવશે 

રવિન્દ્ર ટંડને કહ્યું કે કાબુલ એરપોર્ટ જેવું ખુલશે કે એર ઈન્ડિયાની ફ્લાઈટો ત્યા ગોઠવવામાં આવશે. એરપોર્ટની સ્થિતીને જોતે ત્યા એરઈન્ડિયાની ફ્લાઈટો રદ કરવામાં આવી છે. જોકે તેમણે એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે જે લોકો ત્યા ફસાયેલા છે તેમને કોઈ પણ સંજોગોમાં ભારતમાં લાવવામાં આવશે. 

ભારતીયોને બચાવવામાં લાગ્યું ભારત 

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો વિમાનોમાં બસની જેમ લટકી રહ્યા છે ત્યારે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે જેમાં એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે. 

ભારતના નાગરીકોની સુરક્ષા ચિંતાનો વિષય 

તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં ભયનો માહોલ છે. વિદ્રોહિયોએ સમગ્ર દેશમાં કોહરામ મચાવી દીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. અમેરિકા પણ જલ્દીથી જલ્દી પોતાના અધિકારીઓ અને સૈનિકોને ત્યાંથી બહાર કાઢવા માંગે છે. તેવામાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા ચિંતાનો વિષય બનેલો છે.  અફઘાનિસ્તાનમાં અનેક ભારતીય જે ભારત પાછા ફરવા ઈચ્છે છે તે સુરક્ષિત વિસ્તારમાં છે અને તેમને એક બે દિવસમાં ભારત સુરક્ષિત લાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

ટોની બ્લિંકને એસ જયશંકર સાથે આ મુદ્દે વાત કરી

અમેરિકન વિદેશ મંત્રી ટોની બ્લિંકને સોમવારે પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમ અંગે વાત કરી. ભારતના વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યુ. ટોની બ્લિંકન સાથે અફઘાનિસ્તાનમાં હાજર સ્થિતિ પર ચર્ચા કરી.’

સંકળાયેલા મુદ્દાઓ

Afghanistan Crisis Kabul indians અફઘાનિસ્તાન કાબુલ ફસાયેલા ભારતીયો Afghanistan crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ