Eventually Kangna Ranaut had to bow to BMC, took this decision
બોલિવૂડ /
આખરે કંગના રનૌતને BMC સામે ઝૂકવું પડ્યું, લીધો આ નિર્ણય
Team VTV04:38 PM, 10 Feb 21
| Updated: 08:32 PM, 10 Feb 21
કંગનાએ ખાર ફ્લેટ તોડવા મુદ્દે કરેલી અરજીને પરત ખેંચી લીધી છે. આ નિર્ણય કંગનાએ પોતે કર્યો છે.
કંગના રનૌતે સ્વીકારી હાર
બીએમસી સામેનો કેસ લીધો પાછો
કંગના સામે શું થશે કાર્યવાહી?
આજે સુનાવણી સમયે કંગનાના વકીલોએ આ વિશેની જાણકારી હાઇકોર્ટને આપી હતી. ફ્લેટ અંદર થયેલા ગેરકાયદેસર કંસ્ટ્રક્શનને કાયદેસર કરવા માટે કંગના અપ્લાય કરશે. આ જાણકારી બાદ કોર્ટે કહ્યું કે કંગનાની એપ્લીકેશન પર બીએમસી ચાર અઠવાડીયાની અંદર પોતાનો નિર્ણય કહેશે. ત્યાં સુધી તેના ફ્લેટ પર કોઇ તોડફોડ ન કરવાની રોક રહેશે.
જો બીએમસીનો આદેશ કંગના વિરુદ્ધ જશે તો બીએમસી કંગનાને આદેશ વિરુદ્ધ અપીલ કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપશે. માટે જે પણ નિર્ણય આવશે તેના 2 અઠવાડિયા સુધી બીએમસી કોઇ કાર્યવાહી નહી કરે. પહેલા કંગનાના પાલી હિલ્સ વાળા ઑફીસમાં અવૈધ નિર્માણને લઇને બીએમસીએ બુલડોઝર ચલાવ્યુ હતું. તે બાદ બીએમસીએ ખાર સ્થિત કંગનાના ફ્લેટની અંદર કથિત રીતે અવૈધ નિર્માણને લઇને નોટીસ મોકલી હતી.
કંગનાની ઓફિસ તોડી પડાયા બાદ અભિનેત્રીએ મુલાકાત લીધી હતી તે સમયની તસવીર (Photo : ANI)
આ મામલામાં બીએમસીનું કહેવું છે કે કંગનાની ઑફીસના હિસાબે તેના ઘરમાં નિયમોનુ વધારે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કંગના ખાર વેસ્ટ સ્થિત 16 નંબર રોડની એક ઇમારતના 5મા માળે રહે છે. તેના ત્રણ ફ્લેટ કંગનાના નામે 8 માર્ચ 2013ના રોજ રજીસ્ટર્ડ થયા હતા.