જો તમે પણ ગીઝરનો ઉપયોગ કરો છો તો ગીઝર બ્લાસ્ટથી સંબંધિત અકસ્માતોથી બચવા માટે ખાસ આ વાતો ધ્યાનમાં રાખો-
લોકો શિયાળામાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરે છે
ગીઝર ફાટવાથી સંબંધિત અનેક કિસ્સા સામે આવે છે
અકસ્માતોથી બચવા માટે ખાસ આ વાતો ધ્યાનમાં રાખો
શિયાળાની અસર ધીમે ધીમે વધવા લાગી છે એવામાં ઠંડીથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો અપનાવી રહ્યા છે. ખાસ કરીને ઠંડીની આ ઋતુમાં સવારે ઊઠવું અને એ પછી નાહવું એ સૌથી પડકારજનક કાર્ય છે. ખાસ કરીને લોકો શિયાળામાં નહાવા માટે પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરે છે. જો તમે પણ પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરો છો આ સમાચાર ખાસ તમારા માટે છે. એવામાં ગીઝરનો ઉપયોગ કરવા માટે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જણાવી દઈએ કે તમારી થોડી બેદરકારી ઘણા મોટા નુકસાનનું કારણ બની શકે છે. ઘણીવાર ગીઝર ફાટવાથી સંબંધિત અનેક અકસ્માતોના કિસ્સા સામે આવે છે. જો તમે પણ ગીઝરનો ઉપયોગ કરો છો તો ગીઝર બ્લાસ્ટથી સંબંધિત અકસ્માતોથી બચવા માટે ખાસ આ વાતો ધ્યાનમાં રાખો-
લાંબા સમય સુધી ચાલુ ન રાખવું
જો ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો આવી સ્થિતિમાં ગિઝરના બ્લાસ્ટ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. એટલા માટે ખાસ ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવાની ભૂલ ન કરવી જોઈએ.
ઇલેક્ટ્રિક શોક પણ લાગી શકે છે
ગિઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવાથી તેના બોઈલરને નુકસાન પંહોચે છે અને આ સિવાય લીકેજની સમસ્યા પણ આવી શકે છે. આ સાથે જ આવી સ્થિતિમાં ગીઝરનો ઉપયોગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક પણ લાગી શકે છે. જો ગિઝરનો ઉપયોગ કરતાં સમયે તેનાથી ઇલેક્ટ્રિક શોક લાગે તો તેમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે જ્યારે અને જેટલી જરૂર હોય એટલું જ ગીઝર ચાલુ રાખવું જોઈએ.
ટકાઉ કંપનીનું ગીઝર ખરીદવું
આ સિવાય હંમેશા સારું અને ટકાઉ કંપનીનું ગીઝર ખરીદવું જોઈએ અને જો સ્થાનિક કંપની પાસેથી ગીઝર ખરીદો છો. તો આવી સ્થિતિમાં ગીઝર ફાટવાની અને નુકસાન થવાની સંભાવના ઘણી વધારે છે.
સર્વિસ કરાવતા રહેવું જોઈએ
ઉપરાંત ગીઝરની સમયાંતરે સર્વિસ કરાવતા રહેવું જોઈએ. ગીઝર ખરીદ્યા પછી તેનું ફીટીંગ માત્ર એક એન્જિનિયર દ્વારા કરાવવું જોઈએ. જો તમારા ઘરમાં પણ ગીઝર લગાવેલ છે તો આવી સ્થિતિમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.