Even though we are rivals in the field, in fact we are partners, find out for whom PM Modi said this
સૌજન્ય /
મેદાનમાં ભલે આપણે એકબીજાના હરીફ, પણ હકીકતે પાર્ટનર્સ છીએ, જાણો PM મોદીએ કોના માટે કહ્યું આવું
Team VTV05:24 PM, 20 Jan 21
| Updated: 05:25 PM, 20 Jan 21
અજિંક્ય રહાણેની આગેવાની વાળી પ્રમાણમાં નવી ટીમે તમામ અવરોધો છતાં મંગળવારે ગાબા ખાતે યજમાન ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમને ત્રણ વિકેટથી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી હતી.આમ ભારતે સળંગ વાર ત્રણ વાર બોર્ડર-ગવાસ્કર ટ્રોફી જીતવાણી હેટ્રીક લગાવી હતી.
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન સમકક્ષનો માણ્યો આભાર
ઑસ્ટ્રેલિયન પીએમ મોરિસને ભારત અને પીએમ મોદીને ટેસ્ટ શ્રેણી જીતવા બદલ પાઠવી હતી શુભકામના
પીએમ મોદીએ ટ્વિટ કરીને માણ્યો આભાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે, તેમને અભિનંદન આપતા કહ્યું છે કે આપણે ક્રિકેટ ક્ષેત્રે એક બીજા માટે પ્રતિસ્પર્ધી હોવા છતાં, વાસ્તવિકતામાં આપણે બંને -બીજાના ભાગીદારો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને પીએમ મોદી અને ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ શ્રેણીમાં ભારતના ઐતિહાસિક વિજય માટે અભિનંદન આપ્યા હતા.
Thanks, @ScottMorrisonMP.
It was a thrilling series with the best from both the teams on full display.
India and Australia make for formidable competitors on the field, and solid partners off it. https://t.co/6lndFvRP0U
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ટ્વિટ કર્યું, " પીએમ મોદી અને ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં શાનદાર જીત બદલ અભિનંદન. તે રમતની શ્રેષ્ઠ ટીમો અને ખેલાડીઓ વચ્ચે કઠિન યુદ્ધ હતું." આ તરફ પીએમ મોદીએ જવાબ આપ્યો, "આભાર, તમારો ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, તે એક એક્સાઇટિંગ શ્રેણી હતી જેમાં બંને ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા મેદાનમાં એક બીજા માટે અદમ્ય પ્રતિસ્પર્ધી હોઈ શકે પરંતુ વાસ્તવિકતામાં બંને એક છે અને ભાગીદારો છે. "
અગાઉ, અજિંક્ય રહાણેની આગેવાનીવાળી પ્રમાણમાં નવી અને સિનિયર ખેલાડીઓ વગરની ટીમે ગાબામાં યજમાન ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમને ત્રણ વિકેટથી હરાવી ચાર મેચની શ્રેણી 2-1 થી જીતી હતી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ કરી હતી પ્રશંસા
આના પર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ બુધવારે ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત દરમિયાન બતાવેલ હિંમત, દ્રઢતા અને કૌશલ્ય બદલ ભારતીય ટીમની પ્રશંસા કરી હતી અને મેચને સરળ સંચાલન સુનિશ્ચિત કરવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નો આભાર માન્યો હતો.