ભલે હાલ ઠંડીથી ઠૂઠવાતા હોવ, પરંતુ આગામી 5 વર્ષ ભયાનક ગરમી માટે તૈયાર રહેજો

By : vishal 06:37 PM, 08 February 2019 | Updated : 06:38 PM, 08 February 2019
વર્ષ 2018માં પૃથ્વીનું વૈશ્વિક સપાટીનું તાપમાન 1880થી અત્યાર સુધીનું ચોથું સૌથી ગરમ તાપમાન રહ્યું. નાસા અને નેશનલ ઓશનિક અને એટમૉસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ના વિશ્લેષણમાં મળી આવ્યું છે.

નાસાના ગોડાર્ડ ઇસ્ટીટ્યૂટ ઑફ સ્પેસ સ્ટડીઝ (GISS)મુજબ 2018માં વૈશ્વિક તાપમાન 1951થી 1980ના સરેરાશ તપમાનથી 0.83 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. નાસાએ જણાવ્યું કે, વૈશ્વિક દૃશ્યમાં 2018નું તાપમાન 2016, 2017 અને 2015થી નીચે હતું.

છેલ્લા પાંચ વર્ષ સામૂહિક રીતે આધુનિક રેકોર્ડના હિસાબથી સૌથી ગરમ વર્ષ રહ્યા. NOAAના અંદાજમાં મળી આવ્યું કે, 2018માં તાપમાન 20મી સદીના સરેરાશ તાપમાનથી 0.79 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

GISS ડિરેક્ટર ગેવિન સ્કિમ્ડે જણાવ્યું કે, લાંબા સમયથી વધી રહેલું વૈશ્વિક તાપમાન વર્ષ 2018માં ફરીથી ખૂબ જ ગરમ હતું. ગેવિન સ્કિમ્ડ મુજબ, 1980 બાદ પૃથ્વીના સરેરાશ સપાટીનું તાપમાન વધીને લગભગ એક ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે.Recent Story

Popular Story