બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Even on the 15th day, the strong hold of 'Pathaan' at the box office, the earnings cross so many crores.

બોલિવુડ / 15માં દિવસે પણ બોક્સ ઓફિસ પર 'પઠાણ'ની મજબૂત પક્કડ, કમાણી આટલાં કરોડને પાર

Megha

Last Updated: 10:05 AM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખની ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા પૂરા થઇ ગયા છે પણ ફિલ્મની ઝડપી કમાણી હજુ પણ ચાલુ છે. 'પઠાણ'એ રિલીઝના 15માં દિવસે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી, ચાલો જાણીએ

  • 'પઠાણ'એ રિલીઝના 15માં દિવસે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી?
  • બોક્સ ઓફિસ પર છવાઈ ફિલ્મ પઠાણ 
  • આજની તારીખમાં સૌથી વધુ કમાણી કરનાર ટોચની 10 ભારતીય મૂવીઝ કઈ

શાહરુખ ખાને પઠાણ ફિલ્મ દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે તે આજે પણ બોક્સ ઓફિસનો બાદશાહ છે. ફિલ્મ પઠાણએ બોક્સ ઓફિસમાં સુનામી લાવી દીધી છે અને શાહરૂખ ખાને ઈતિહાસના પાનામાં પોતાનું ધમાકેદાર કમબેક નોંધાવ્યું છે. ફિલ્મ પઠાણનું તોફાન એવું છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યું. જણાવી દઈએ કે શાહરૂખની ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા પૂરા થઇ ગયા છે પણ ફિલ્મની ઝડપી કમાણી હજુ પણ ચાલુ છે. ચાલો જાણીએ કે 'પઠાણ'એ રિલીઝના 15માં દિવસે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોક્સ ઓફિસ પર છવાઈ ફિલ્મ પઠાણ 
શાહરૂખની પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મ તોફાની ગતિએ કમાણી કરીને સતત ઘણા રેકોર્ડ તોડી રહી છે.  ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે 55 કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું હતું. ત્યારથી 'પઠાણ' કમાવાની પ્રક્રિયા ચાલી રહી છે. જણાવી દઈએ કે  'પઠાણ'ની 15મા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. એક અહેવાલ મુજબ 'પઠાણ'એ તેની રિલીઝના 15માં દિવસે 6.70 કરોડનું કલેક્શન કર્યું છે. જો કે તે 14મા દિવસના કલેક્શન કરતાં ઓછું છે, જણાવી દઈએ કે 14માં દિવસે ફિલ્મે 7.80 કરોડનું કલેક્શન કર્યું હતું. 

પઠાણ ફિલ્મે અત્યાર સુધી કરી આટલી કમાણી 
આ સાથે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મની કુલ કમાણી હવે 452.90 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે 'પઠાણ'એ પણ 450 કરોડના કલેક્શનનો આંકડો પાર કર્યો છે. તે જ સમયે, 'પઠાણ' ત્રીજા વિકેન્ડમાં પણ સારી કમાણી કરશે તેવી અપેક્ષા છે. જો વર્લ્ડવાઈડ કલેક્શનનિ વાત કરીએ તો ફિલ્મે ગઇકાલ સુધી 865 કરોડની કમાણી કરી છે. 


'પઠાણે' કમાણી મામલે બોલિવૂડની તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.  'પઠાણ'ની કમાણી કરવાની ઝડપને જોત  તે ટૂંક સમયમાં 500 કરોડનો જાદુઈ આંકડો પણ પાર કરે તેવી સંભાવના છે. જણાવી દઈએ કે 'પઠાણ'માં શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

 

આજની તારીખમાં સૌથી વધુ કમાણી કરનાર ટોચની 10 ભારતીય મૂવીઝ કઈ છે ચાલો જાણીએ 

નંબર 10: ફિલ્મ | સુલતાન (2016) વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શનઃ રૂ. 654.4 કરોડ . 

નંબર 9: ફિલ્મ | 2.0 (2018) | વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શનઃ રૂ. 650 કરોડ.

નંબર 8: ફિલ્મ | પીકે (2014) | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન: રૂ. 742.3 કરોડ 

નંબર 7: ફિલ્મ | સિક્રેટ સુપરસ્ટાર (2017) | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શનઃ રૂ. 830.8 કરોડ

નંબર 6: ફિલ્મ |  બજરંગી ભાઈજાન (2015) | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શનઃ રૂ. 858.8 કરોડ

નંબર 5: ફિલ્મ | પઠાણ (2023) | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન: રૂ 865 કરોડ (14-દિવસ* કલેક્શન અને હજુ ચાલુ છે). 

નંબર 4: ફિલ્મ | RRR (2022) | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શનઃ રૂ. 1,183.3 કરોડ. 

નંબર 3: ફિલ્મ | KGF 2 | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શનઃ 1235.20 કરોડ રૂ

નંબર 2. ફિલ્મ | બાહુબલી 2: ધ કન્ક્લુઝન (2017) | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શનઃ રૂ. 1,749 કરોડ. 

નંબર 1. ફિલ્મ | દંગલ (2016) | વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શનઃ રૂ. 1,924.7 કરોડ. 

સંકળાયેલા મુદ્દાઓ

Film Pathaan Pathaan Box Office Collection પઠાણ ફિલ્મ Pathaan Box Office Collection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ