even if you do not have money in your bank account you will get 10 thousand rupees
વાહ /
ખાસ સ્કીમ: તમારા ખાતામાં પૈસા નહીં હોય તો પણ મળશે 10000 રૂપિયા, જાણો કેવી રીતે
Team VTV11:24 AM, 26 Nov 21
| Updated: 12:34 PM, 26 Nov 21
જો તમારી પાસે બેંક છે અને તેમાં પૈસા નથી. તો પણ તમને 10 હજાર રૂપિયા મળી શકે છે. પરંતુ તેના માટે તમારું જન-ધન એકાઉન્ટ હોવુ જોઈએ. જો તમે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખાતુ ખોલાવ્યું નથી તો અત્યારે તાત્કાલિક ખોલાવી લો.
તમારા ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમને મળશે 10 હજાર રૂપિયા
પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખાતુ ના ખોલાવ્યું હોય તો ખોલાવી લેજો
કેન્દ્ર સરકારની આ યોજનાને 7 વર્ષ પૂર્ણ થઇ ગયા
આ રીતે મળશે 10 હજાર રૂપિયા
જન-ધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ પર બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાને 7 વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને અત્યાર સુધી તેના 41 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. આ યોજનામાં વીમા સહિત ઘણાં પ્રકારની સુવિધાઓ મળે છે. જેમાંથી એક સુવિધા છે ઓવરડ્રાફ્ટની. આવો આ અંગે જાણીએ. જન-ધન યોજના હેઠળ તમારા એકાઉન્ટમાં બેલેન્સ ના હોવા છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. આ સુવિધા ઓછા સમયની લોનની જેમ છે. પહેલાં આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી છે. આ એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા માટે મહત્તમ ઉંમર મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટની સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે તમારું જન ધન એકાઉન્ટ ઓછામાં ઓછું 6 મહિના જૂનુ હોવુ જોઈએ. જો આવુ ના થાય તો ફક્ત 2 હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ મળે છે.
2014માં શરૂ થઇ હતી યોજના
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જનધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે 28 ઓગષ્ટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાની કુલ સંખ્યા 41.6 કરોડ થઇ ગઇ. સરકારે 2018માં વધુ સુવિધાઓ અને લાભની સાથે આ યોજનાનો બીજો સંસ્કરણ શરૂ કર્યો.